મંગળવાર, 2 ઑક્ટોબર, 2012

સ્વરનો સન્નાટો છોને રણકે ચારે કોર.....


કરી તો જો કોશિશ ફાવશે તો કહુ હુ
શબ્દ તેને કેમે સમજાવે તો શું કહુ હું

આ ફૂલ જેવા ખિલ્યા ચેહરામાં કૈંક હું
પરપોટો હસે અને રડે જો કૈંક કહું હું

આ ચમક્તી આંખો તારી કહી રહી હું
તે ગીત યાદ કરાવે તો બોલ કહું હું

ઓરો આવે લે છોરો તો કહું ને હું
બતાવ જરાંક તૈયારી તો લે કહું હું

પગલાં ડગલાં ધક ધક વહે કહું હું 
અંદર બાહર તુ ને તુ મહેશ કહું હુ
-----રેખા શુક્લ ૧૦/૦૨/૧૨

સોમવાર, 1 ઑક્ટોબર, 2012

પત્ત્તા પત્ત્તા આગ...


ચેતન ની જડતા મા નાચે વંટોળ બની 

જ્યારે જ્યારે ભુલ્કા ભુવન મા ભુલી રે પડી ગઈ

નજર મારી ઝુકી ગઈ વડીલો ના વર્તન થી

ઔર કભી સરગમ કે તાર ભી ચુભતે હૈ યહાં

ધુંઆ ધુંઆ ગુલાબ કા પત્ત્તા પત્ત્તા આગ ...

----રેખા શુક્લ

રવિવાર, 30 સપ્ટેમ્બર, 2012

સ્મ્રુતિ....


તારલિયો અંધકાર લે ઓઢી લે ને સ્મુતિ
કુંણા ઘાસને ધરતી નો ઉઘાડ માણ ને સ્મ્રુતિ
ભાંગ્યા-તુટ્યાં શબ્દને જાગરણે રમે સ્મ્રુતિ
નીલા આકાશ ના હુંફાળા તડકે હસે સ્મ્રુતિ
મનભાવન કલ્પના ની સાથી તો છે સ્મ્રુતિ
ગીતમાં વણાંઈ જાય સુર આ તો છે સ્મ્રુતિ
યુગોથી પ્રતિક્ષા ને પરિક્ષા દેતી સ્મ્રુતિ
મનશોધતું જ રમે ફરે ચાવી દીધેલ સ્મ્રુતિ
કડવી હકીકતને શબ્દોના વાધા ની સ્મ્રુતિ
જડતાની નગ્નતાના સુર્યને અટકાવે સ્મ્રુતિ
------રેખા શુક્લ ૦૯/૩૦/૧૨

શનિવાર, 22 સપ્ટેમ્બર, 2012

થોડીક ...

આંગળીઓનું કંપન અને દિલની ધડકન થોડીક 
ખોદે છે રોજ કબર તું ને જીન્દગી ઝંખે છે થોડીક
કરે છે ડોકિયા કબરમાંથી ને મોતથી ડરે થોડીક
ઉગે છે રોજ નવા રિશ્તા ને હ્રદયથી દુર તું થોડીક
જરૂરત તે પ્રેમ છે તે તુ મને કહે છે અહીં થોડીક
તુટે છે રોજ નખ ને આંગળા વેગળા કરે થોડીક
ફરી ફરી ને એટલું ન સમજાયું જિંદગી થોડીક 
નહીં તું જી--વન કેમ ગોતે ઘડીક ઘડીક..!!
--રેખા શુક્લ

ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

માળા.....


જીન્દગીની રાત પુનમ થઈ ખીલી ગઈ
અચાનક સ્નેહથી જોઈ પાગલ થઈ ગઈ
મુહબ્બતના નામની થોડી જીક્ર થઈ ગઈ
એકબીજામાં ડુબવાની આદત થઈ ગઈ
થયો હસ્તમેળાપ ને રેખા અંકિત થઈ ગઈ
તલાશે મુકદદરની સાચી જીત થઈ ગઈ
સામે મળી સાથે ભળ્યો હસ્તી ભળી ગઈ
વાત કરવાનો અવસર કયાંય મળ્યો નઈ
લાગ્યું એવૂં એના નામની માળા થઈ ગઈ
--------રેખા શુક્લ ૯/૨૦/૨૦૧૨

શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2012

મામા....


મામા....
જહાંગીર મીલનું ભુંગળુ વાગે મામા નું સ્કુટર ચાલે..
મામી મારી પાતળી ભાખરી બનાવે બિસ્કિટ લાગે..
પટ્ટાનું કાપડ ને બંડી જેવી પોકેટવાળી ગંજી...
ના,ના લક્ષ્મીકાંત..!! માલતી ને ભાણી રમુજી..
ચાલી પર સુકવેલા કપડાં ને લાઈનમાં નીચે ઉભેલા...
વાતુ કરે ઓછી મામી ખાય બગાસા ઝાઝા...
 દેખાય હાથીપગો કે આંખનો પ્રોબ્લેમ એવોજ..
૭૫ વર્ષે બન્ને જણા લાગે હજી એવા ...
વાળ માટે ઇમ્પ્લાંટ કરવા"સલમાનજાય છેક લંડન...
સલામત વાળક્યું નાંખો છો તેલ?ક્યારે  થાય મુંડન...
શાલ ઓઢાડીમાળા દીધીહાથમાં આવશે લાકડી..
દુરથી આપુ ઘણી બધાઈછું ને ભાણી લાડ્કી...!!!
-રેખા શુક્લ(શિકાગો)૦૨-૨૬-૨૦૧૨