શનિવાર, 4 ઑગસ્ટ, 2012

બારણાની ઓથે .....


શું ધારદાર તો  પાંપણોના તીર તું
પર્ણ પરથી ટપકતાં બુંદે વમળનૂ નીર તું
બારણાની ઓથે બન્ને બાજુ હું ને તું
પકડી હેન્ડ્લે ધ્રુસકે ચડ્યા'તા હું ને તું
ધડબડ ધડબડ દોડી નજીક આવી થંભી તું
બાથ ભીડી ને પકડી રોતી-રોતી ઉભી તુ
-રેખા શુક્લ 

નામ ....


ટુટિયું વાળીને સુતો તારો વિચાર સતાવે લળી-લળી
ટેરવે કોતર્યું નામ તારું જર્જરિત પાને હળી-મળી 
-રેખા શુક્લ

અશ્રુ સ્મીત .....


અશ્રુઓ સરી સરી ખંજનો ઉભર્યા કરે
ઘરની ખીંટીએ સુકવી લાગણી સર્યા કરે
મખમલી ને કરી યાદ સતત ખર્યા કરે
ધબકારે વારે વારે સ્મીત બની સર્યા કરે
-રેખા શુક્લ

ટપ- ટપ ટપકે વિચાર...


લે આજ ફરી તને હું તારી છું એમ કીધૂં છે ને
મનન કરી ફરી એક ઝાંઝવું પાછું પીધું છે ને
સવારનો ટપ- ટપ ટપકે તારો જ વિચાર ને
વરસાદી સાંજે મેહકે સતત વહેતું ઝરણું ડરી ને
પલાંઠી વાળી સમજીશ સંબંધે તો ઝુકશું જ ને
તુ આમ ઉભડક રાખે લાગણી ક્યાંથી સહેશુ ને
-રેખા શુક્લ

કાગળ ને ન વાગે...

તારી પાંખો નો ફડફડાટ સહે પારેવડુ શું?
ડાળે બેસી મોરલો કર્યા કરે ફરિયાદ શું?
ધોધમાર પડે ન પડે વ્હાલ ને ઓઢીશું ?
જાગેલી વાંછટે ખભે મુકી આંગળી શું?
શાને ઝુરી પુછે  છે તડકા ના વનમાં શું?
ફરફર ઉડતી લટ રોકે તો પાલવનું શું?
તાર ને ડાળ પર હારબંધ બુંદે તું  છું શું?
કાગળ ને ન વાગે જોજે પંકતિ વચ્ચે છું શું?
વ્હાલપ ના બે પગથિયે પા-પા પગલી શું?
-રેખા શુક્લ

મંગળવાર, 31 જુલાઈ, 2012

HAPPY RAKSHABANDHAN...


રક્ષાબંધન પર્વ ભાઈ બહેનના હેતનું
એકમેક ના સમર્પિત પ્રેમનું,
ખળખળ વહેતુ નિર્મળ ઝરણું
છે સહોદરના નિઃસ્વાર્થ નું....
ઇશ્વર સર્વની મનોકામના પુર્ણ કરે અને માનવજીવનનું પરમલક્ષ્ય
પ્રાપ્ત કરવાનિ સદબુધ્ધિ મેળવે તેવી પ્રભુને નમ્ર કર જોડી પ્રાર્થના...!!


થાય ચૈતન્યનો ચમત્કાર તો કરું કવિને અર્પણ...



હીરાનો પારખનાર મળે સાચો જો ઝવેરી
નવા નગરનું નિર્માણ અહીં તો થાય રૂપેરી
પ્રાર્થના ને ધૈર્ય ભરી સાધના એ ઉડવા મળ્યું આકાશ
આવેશ ને આતશ માં ભળે બુધ્ધિનો સરવાળો
સંગંત ના સુફળે અહીં થાય સ્વપ્ન સિધ્ધિ
અટ્પટાં સવાલોના જડબાંતોડ જવાબોમાં
પાલખી માં બેસી ને આવી જો વાધણ...
ત્યાગની ઉત્કટ ભાવના ને કપરું કર્તવ્યપાલન
અનોખી મળે સજા સૌજન્યની કરે સુરક્ષા
કલમ કિતાબ ને કારાવાસે વસે નિર્ભય નરવીર
ઇન્સાફે પરોપકારનું પ્રદર્શન તો ન હોય
સ્વદેશ સ્વાધિનતા જ સર્વોત્તમ સંપત્તિ
સ્વાશ્રયનો સબક દેખાડી લૈ ભાષાની ખુમારી
કવિતાનું કૌવત લઈ કર અનોખો કરિયાવર
ગરવી ગુરૂદક્ષિણા જ સહાનુભુતિની સરવાણી
સાહિત્ય સેવાના વ્રતધારી ને દંઉ પ્રસંશાની પુષ્પાંજલિ
----રેખા શુક્લ