બુધવાર, 27 જૂન, 2012

શબ્દો....!!!


પોપટીયાની આંખે જોતા
શબ્દોના અહીં બને નાતા
ને શબ્દોથી વારી જાતા
તે શબ્દોથી દિલ  હારતા
શબ્દો ના છે ભઈ  કામણ
શબ્દોના છે સૌ મારણ
શબ્દો નું જો થાય  બંધાણ
શબ્દો જ  બને છે કારણ
-રેખા શુક્લ

સોમવાર, 25 જૂન, 2012

फेस-बुक दोरी.....!!


दिल की किताब बस कोरी-कोरी
फेस-बुक  मे भाये सब छोरी-गोरी
भागे मिसके पीछे जो तोरी
बोले फिर वो सोरी-सोरी
घरकी दिवाले तो फेस-बुक  सी घेरी
पहेलियां बुझाती फोरी- फोरी
बैठा देख  कहा रख्खीं हैं दोरी
सबकी सबसे Like है दोरी
-रेखा शुकल

बोल ना..


नरिमल-पोइन्ट हो या परिमल बाग, 
हर जगां है बस आग ही आग...
एक ही साझ  है एक ही राग..
केहती जींदगी भाग ही भाग..
जींदा है तो बोल ना..दिलमे न कोइ दाग
करके इझहार ले मांग ही मांग..
वक्त मांगे हिसाब हर पल  का भाग..
जलती रही इश्की आग ही आग...
-रेखा शुकल 

શનિવાર, 23 જૂન, 2012

અલગ અલગ...!!!


રણમાં બનાવી ઘર ને તરસ્યા જીવી ગયા
શહેરના રૂમે શુ ગુંગળાયા પાછા રણે ગયા

ચાલતા રહ્યા રસ્તાઓ તો દુર સુધી ગયા
 ઉપર નીચે અટકી મુન પર હવે ક્યાં ગયા

કુદરત કહે છે થાકીશ તમે માનવ રહ્યા
 આભાસ નો આ  ભાસ કરાવતા રહ્યા

પુછે છે શ્રધ્ધાનો જ્યાં વિષય છે
નજરે મુજને કાનો વા'લો તાદ્ર્શ્ય છે

દેખાય મીંરા ને, ને રમતો રાધાજી સંગ
ભળી રેતીમાં. સિંદુર બની સેંથા નો રંગ

સ્વાદ ભળ્યો શું માટીમાં-સંપુર્ણ સ્રૂષ્ટિ બતાવી મોઢામાં
વિઠ્ઠલ વિઠ્ઠલ ગાતા ગાતા ફરે,  નરસિંહ બેઠાં છાંયામાં

તુકારામનો તંબુરો ને "નાણ" બજાવે ભટ્ટ્જી
"ભવાઈ" જોવાની મજા હવે ગઇ ભુલાઈ

ક્યાં ગયા એ કઠપુતલીના વ્હાલા વ્હાલા ખેલ
ક્યાંથી આવ્યા ભ્રષ્ટાચાર ને આડ્ંબર ના મેલ?

એકના અનેક સ્વરૂપ ને નામ અલગ અલગ
ભાળુ પ્રેમે પ્રભુને રોજે ભુલકાં અલગ અલગ
-રેખા શુક્લ (શિકાગો)

રવિવાર, 17 જૂન, 2012

નજરેં ...!!!


નજરેં ના ઉઠાયે તો કહીયે જીક્ર હી કહાં
ક્યા અદા હૈ આપકી યે બંદાનવાજીયાં
ઉલ્ફત મે ના હો શિક્વા યે બાત હી કહાં
હમ મનાયે તુમ જો રુઠો, ક્યા આપકી અદા
ફુલોસે પ્યારી મહેંકી હવાંએ લે અંગડાઈયાં
હૈ નશીલી બેહકી-છલકી નૈનકી ગેહરાઈયાં
હમ જો સુનાયે કહાની તો ખો જાયે પરીયાં
જી રહે હૈ તુમ સે બનકે આપકી પરછાઈયાં
---રેખા શુક્લ(શિકાગો)

શનિવાર, 16 જૂન, 2012

રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં.....


રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં..
ઉઘડ્યા કરે લોચન રાધાના શ્રીકૃષ્ણના આગમનમાં
સ્પર્શેલી વાંસળી તુજને ભુલાવી ભાન છોડી ભાગમાં
સંતુષ્ટ અધરો પર અતૃપ્ત તૃષ્ણા રહે  રાગમાં
વહ્યા કરે લોહીમાં મોરપીંછા શ્રીકૃષ્ણની આગમાં
ચાંદની મારે ફુંક ને બળતરા આ ભાનુ માં
રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં...
તારલાની રાતે લૈ જા સપના ખુલ્લી આંખના
શબ્દોના પાલવડે બાંધુ સાજન તુજને વ્હાલમાં
કાંગરિયે ને ચબુતરે ને આંબે ટહુક્યા મોર
રટણમાં વા'લા ચરણમાં લેજે મુજને શરણમાં
રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં..
-રેખા શુક્લ(શિકાગો)

ને લાગ્યું ખોટું મારા કેમ રિસાયા?


ઇશ્કના દરિયામાં ભીંજી તરસ્યા મહીં રેહવાના
બોલ્યા કરે છે શબ્દો કે ફુલ પથ્થર થૈ ગયા
દિલના ઉઘાડા દ્વાર પળમાં બંધ થૈ ગયા
.... ને લાગ્યું ખોટું મારા કેમ રિસાયા?...
ખુલ્લા બદને ગર્મ હાસ્યમાં શામિલ કૈ પરવાના
આ પાણીમાં છે આગ કે રમતમાં છે પાણી
ઢળેલી બે પાંપણોને ઉઠાવા કૈંક કરવાના
.... ને લાગ્યું ખોટું મારા કેમ રિસાયા?
પહેચાન જુના પરિંદોના એહસાન નવા-નવા
ભજીયામાં છે શું એવું ને પીણાં લૈ અવનવા
મોતી ભળે છીપલે ને દરિયો ગળે સુરજને
.... ને લાગ્યું ખોટું મારા કેમ રિસાયા?
છાલક મારે પ્રેમથી હલેસે મસ્ત ડોલે નૈયા
પુષ્પની પ્રસરે સુગંધ સ્તબ્ધ થૈ ભમરામાં
શંખલુ ઉપાડી ભાગતી ગોકળગાય દર તો માટીના
... ને લાગ્યું ખોટું મારા કેમ રિસાયા?
-રેખા શુક્લ(શિકાગો)