મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2012

તને મળું તારી આંખમાં …

તને મળું તારી આંખમાં ને પીગળુ બાહુપાશમાં
સોફ્ટ ને મક્કમ પણ સ્પર્શાઉ તારા હાથમાં....
પગ જમીં પર અધ્ધરખુલે  આંખ લજ્જામાં
ઉડતા સ્વપ્ન પકડીને વેરી દે છે પાલવમાં....

નશીલી તાંકતી આંખો,મારી હથેળી નીચેની આંખોને
થર થર ધ્રુજારી ધબક ધબક હ્રદયની પાંખો ને...!!
- રેખા શુક્લ(શિકાગો)

શનિવાર, 25 ફેબ્રુઆરી, 2012

મટકું..!!

તરફડાટ ને તરફડાટ માં થૈયા થૈયા ગાગર
રાધીકા ની રંગભીની પાનીનું થાંઉ ઝાંઝર...

કાનુડો રમેલ જ્યાં રાસ ધુળની થાંઉ રજકણ
ઉઝરડાથી શબ્દોમાં પ્રવેશે આગ મણ મણ..

ચમક્યું ચણોઠીના ઢગલે ઝાંઝરિયું પળ પળ
સ્વપ્નાં ખરે ડરું છું મારું મટકું પળ પણ..
-રેખા શુક્લ(શિકાગો)

કાળજાની વાતો..

ગાંઠ થી છુટી કરી કાળજાની વાતો
ખુલી કિતાબે અર્ધનયનને વાંચે રાતો

પકડાપકડીમા રહે શેખચલ્લીની વાતો
સાચો રંગ મેંદીમાં છુપો લપાઈ જાતો

પવન ગુલાબને અડપલા કરી કરી વા'તો
છેડ્યાનો ઉમંગ એને હૈયે તો મા'તો
-રેખા શુક્લ(શિકાગો)

રિશ્તોંકી દુનિયા...

નદીયાં ગહેરી, નાવ પુરાની,
રિશ્તોંકી દુનિયા ફિરસે ભારી,

બિસ્તર, કમ્બલ, સાંવલી સુહાની,
સીતા-ગીતા સબ કહાની સારી,

ગલિયાં-ચોબારાં કી વો રૂહાની
રૂહ સે રૂહ કબસે થી હમારી,

આંગન દુલ્હન ઔર જંગલી જવાની,
ક્યું અબભી બિકે બાઝારમેં નારી?
-રેખા શુક્લ(શિકાગો)

શુક્રવાર, 17 ફેબ્રુઆરી, 2012

શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને...!!

    શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને..
હળવેકથી આવે વણાંક થડકાર દૈ ને
માણસ નામે સ્વપનું એકેક ખોવાણું ને
કરજદારનું આમંત્રણ ને રમવાની રમત ને
    શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને...
જંતર મંતર હા જરાંક પાની પાછી લઈ ને
ખુરશી-ખુરશી રમતા જોયા ઝરૂખે પોપટા ને
ચણોઠીની ઢગલીમાં જઈ બેઠા મયુર ને
   શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને...
વરસાદી સંગતમાં મોરલા ટહુકા લાવ ને
ફોરાનું ભીનું સંગીત ને પંખીઓનું અંગત ને
વિણેલા મોતી  પાથરુ વર્ણાગી છે રસ્તા ને
   શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને...
સાંજ ઢળે છે પાછી કાચી સમજણે પાકી થૈ ને
જીવન ઝરમર ઝરમર વરસે છત્રીસંગ ભીંજુ ને
વાંછટમાં ખીલે છે મહેંક મોગરા ની વેણી ને
   શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને...
-રેખા શુક્લ(શિકાગો)

मेरे प्यारे बचुभाई...!!

वो बदन पे बदन चुमते ही रहे
हम भी उन्है आगोशमे लेते रहे

कभी वो घुरते आंखो मे आंखे डालके
हमतो उसकी हंसीमें डुबते रहे

तुमसे भी मिलेंगे वो बडे प्यारसे
गर बुलादो जरा प्यारसे....

सोये हमारी बाहों में बडे आरामसे
रख्खो नीचे तो रुए होठ दिखाके

यही तो उनकी अदा बडी वो है
हंसे तो हंसादे रुए तो रुलादे

सोक्स डायपर न उन्है अरछा लगे
ये बचुभाई मुजे बडे प्यारे लगे....!!
-रेखा शुक्ल(शिकागो)

શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2012

તારા સત્કારમાં….!!!!

ખડકી ખોલીને બેઠી હું દ્વારેતારા સત્કારમાં
મોસમનું નામ ખાલી,હ્રદયકુંજે ઝુમું… તારા સત્કારમાં

ફુલોની ફોરમનો લાવી ખજાનો… તારા સત્કારમાં
ઉરમાં મિલનની લાગી એક અગન… તારા સત્કારમાં

રૂમઝુમ રેલાયો નટખટ અંધકારતારા સત્કારમાં
મનનો મોરલો ગાયે મધરાતે મલ્હાર… તારા સત્કારમાં

તમરાં તો બોલે તરુવરપુંજમાંતારા સત્કારમાં
આભ વીંટળાયું અવની ના અંગે… તારા સત્કારમાં

નીતરે છે શ્રાવણ હું પીગળી રહી… તારા સત્કારમાં
સ્વપ્નનું ઝરણું ને તરણું ઉમંગનુંતારા સત્કારમાં

ગઢને હોંકારો દે કાંગરાય… તારા સત્કારમાં
તસ્વીરમાં પણ ઉભી રહી… તારા સત્કારમાં

શબ્દની બેડીમાં જકડાયા છીએ… તારા સત્કારમાં
લોહીના અંગત ઉભા ખુણા… તારા સત્કારમાં

ફિલીંગ્સનો પાડવો છે ફોટો… તારા સત્કારમાં
લેવો ઓટોગ્રાફ દરિયાનો મારેતારા સત્કારમાં

મધરાતે રડતી ટહુકી કોયલડી… તારા સત્કારમાં
છલકાઈ જાય કાવ્યધારા પાણી જેમ… તારા સત્કારમાં

ઝીલવાને મોજાં સ્મ્રુતિ-ગાગરે… તારા સત્કારમાં
ખડકી ખોલીને બેઠી હું દ્વારેતારા સત્કારમાં
-રેખા શુક્લ(શિકાગો) Happy Anniversary નિમિત્તે ભેંટ..!