શુક્રવાર, 20 જાન્યુઆરી, 2012

ઉધાર.. છે?

દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
        એને ખબર નથી કૈં નદીનું ઉધાર છે?

નદીઓ ભલેને માને કે પાણી જરાક છે,
       એને ખબર નથી કૈ મેઘનું ઉધાર છે?

પર્વત ભલે ને માને કે ભવ્ય શિખર છે,
      એને ખબર નથી કૈં ધરાનું ઉધાર છે?

સંતાન ભલે ને માને કે પોતે કંઈક છે,
     એને જીવન નથી કૈં મા-બાપનું ઉધાર છે?

મા-બાપ ભલે ને માને કે પોતે ફરજ બજાવે છે,
     એને ખબર નથી કૈં ઉપરવાળા પાસે ઉધાર છે?

-રેખા શુક્લ(શિકાગો)

જોઈ દિલ રડી પડ્યું....!

પથ્થર બન્યો પ્રતિમા જોઇ હૈયું હરખી ગયું,
      પ્રતિમાને પુજનાર પથ્થર રહ્યો જોઈ દિલ રડી પડ્યું...

ઉધારે રેહતી મદદને ના ગણો ઉપકાર
      સરવાળે બેસાડો સંબંધોની મીઠી પાળ..

સંતાનના જન્મદિને વ્હેંચાય મિઠાઈ હરખની,
      એનીજ લાશ લઈ જીવતા બાપ જોઇ દિલ રડી પડ્યું...

શ્વાસને વિશ્વાસ તુટે એક પણ વાર,
      થાય જીવનું મ્રુત્યું શ્વાસથી ને જીવનનું વિશ્વાસથી..

વડલાની પ્રદક્ષિણા કરતાં આત્મા હરખાઈ જાય,
     વ્રુક્ષોને કાપી રડતાં કરતા જોઈ દિલ રડી પડ્યું....

-રેખા શુક્લ(શિકાગો)

તું મઝાની વાર્તા..

પથ્થરના રસ્તાનો વહેતો વ્યવસ્થિત વણાંક
પાથરેલી છત્રીની બેઠકોનુ ભવ્ય રેસ્ટોરંટ
ખળખળ વ્હેતા પાણીના ધોધ ની સલામ
પર્ણ વિહિન રોશનીના ઉંચા ઉંચા વ્રુક્ષોને
પુલપર આજ નોધાર નિરવ શાંતિ..
બર્ફની ઓઢી ચાદર પાણીમાં બોટ થીજી..
અલકમલક્ની લાઈટુ ને રોશની ચારેકોર..
ચબુતરાની જગ્યાએ એબ્સ્ટ્રેકટ એક સ્ટેચ્યું..
થીજી ગયા પાણીના બુંદો ને બન્યા..
ટપકીને ડાળો પર મોતી-તોરણે..
થીજ્યાં રસ્તા બન્યા અરીસા...
દેખાય એકેય પ્રતિબિંબ અરીસે..
અકબંધ ગાલીચામાં તું ને હું વિંટળાઈને..
હાથમાં હોટ-કોકો ને તું મઝાની વાર્તા..
-રેખા શુક્લ(શિકાગો)

સોમવાર, 2 જાન્યુઆરી, 2012

ઓ...સાથી રે...!!!


ઓ...સાથી રે...
    દિન ડુબે ના...
ના જઈઓના...
    આંચલ દિનકો રોકે..
ધુપકે પીછે દોડે..
    છાંવ છુએ ના...
બેખબર હમ બેફિકર તુમસે મિલતે રહે;
મિલકે ચલતે રહે...ચલકે મિલતે રહે;
   બરસાત વાલે દિનમેં આતી યાદ તુમ્હારી;
   મેહસુસે પરછાઈ પ્યારકી છુતી બાત તુમ્હારી;
બેખબર હમ બેફિકર તુમસે મિલતે રહે;
મિલકે ચલતે રહે...ચલકે મિલતે રહે;
   પ્યારકે કમ્બલ મેં લીપટતી રહી કાયા;
   ઘાયલ કરતી સાંસે ક્યું ફિર ભી વો છાયા;
બેખબર હમ બેફિકર તુમસે મિલતે રહે;
મિલકે ચલતે રહે...ચલકે મિલતે રહે;
   પુરાની યાદોં કી તો હૈ બરસાત સુહાની;
   થનગનતી બુન્દે ખ્વાહિશ કરે દિવાની...

રેખા શુક્લ (શિકાગો)

બેજુબાં...

બજતી હૈ બેજુબાં ક્યા વો શહેનાઈ હૈ,
અપની માયુશીયોં મેં બુઝી મેરી તન્હાઈ હૈ,
ચલના હૈ તેરે સાથ પર તેરી રુસવાઈ હૈ,
અબ દે દે ગવાહી યે કૈસી તેરી ખુદાઈ હૈ,
મેરી દુલ્હન કોઈ શિકાયત નહીં લાઈ હૈ,
શરમાકે કહેગી યે તો પ્યારકી ગહરાઈ હૈ,
મોત ઔર જીન્દગી કે બીચ યાદોંકી પરછાઈ હૈ,
ઇસમેં.... કિસ પ્રોફેસર કી પઢાઈ હૈ?

.....રેખા શુક્લ

જન્નતે જહાં...

મુજને ખબર નથી ચાહું છું આટલું કેમ તને
આજ નહીં તો કાલ માનીશ,શીદને સતાવે મને

દુર માના હાથમાં હસતું બાળક જોઈને
યાદ ક્યારેક તારી સ્મ્રુતિપટ પર છવાઈ જોને

બાજી હંમેશા તેના હાથમાં રહી છે
હિંમતે મર્દા તેના જીગરમાં હામ રહી છે

યાદ તો હંમેશા... બા ની રેહશે
પંપાળતા હાથના સ્પર્શની ભ્રાંતિ રેહશે

સિધ્ધાંતવાદી જીવન જીવવાથી ગાંધી નથી બનાતું
જીવનના ઉતાર-ચઢાવ વગર તો સ્વર્ગે નથી જવાતું

ભોંઠપ અને ઓછપમાં ઓગળી ગયેલું હાસ્ય
કર્મની કઠણાઈમાં જો સંતાઈ ગયેલું હાસ્ય

દુનિયાદારીમાં વફાદારી ને ઇજ્જત ક્યાં મળે છે
મા ના ચરણોમાં તો અરે જન્નત મળે છે...
----રેખા શુક્લ(શિકાગો)

તુમ...!!


બિકતા હૈ જહાં બિકતી હૈ જમીં, બિકતા હૈ યહાં ઇન્સાકા ઝમીર,
પરાયે તો પરાયે રહે ,અપના ભી યહાં ક્યા કોઇ નહીં...

છુપતે હો તુમ પર્દે સે લગે , પર્દે પર કે તો તુમ હી નહીં,
સુનતા હૈ જહાં જબ ચીખ દિયા, સન્નાટો સે તો ડરતે નહીં...

જલતી હૈ શમ્મા જબ રાતો મેં,પરવાને કા તો ગમ હી નહીં,
જલતા હૈ જીયા જબ દુર કિયા, ગૈરોસે કોઈ શિકવાં નહીં...

બિકતી હૈ સાંસે દુખતા હૈ દિલ, રુકતી હૈ સાંસે તબ બિકતી નહીં,
અંદાજે ગલત કયું સમજત હો તુમ,જીન્દા ક્યા જહાં કો રખતે હો તુમ..

બનાતે હો દસ્તુર જહાં મે તુમ, સમજતે હો દુનિયા બસાતે હો તુમ,
ઔરત સે શિકવા કરતે હો તુમ, મર્દો સી ક્યા બાત કરતે હો તુમ...

.....રેખા શુક્લ 

तुम...!!
बिकता है जहां बिकती है जमी, बिकता है यहां इन्साकां झमीर
पराये तो पराये रहे, अपना भी यहां क्या कोई नहीं...
छुपते तो हो तुम पर्दे से लगे, पर्दे पर के तो तुम्हीं नहीं
सुनता है जहां जब चीख दिया, सन्नाटों से तो डरते नहीं...
जलती हैं शम्मा जब रातों में, परवाने का तो गम ही नहीं
जलता है जिया जब दुर किया, गैरो से कोई शिकवा नहीं...
बिकती है सांसे दुखता हैं दिल, रुकती हैं सांसे तब बिकती नहीं
अंदाजे गलत क्युं समजते हो तुम,जीन्दा क्या जहांको रखते हो तुम...
बनाते हो दस्तुर जहांमें तुम, समजते हो दुनिया बसाते हो तुम
औरत से शिकवा करते हो , मर्दो सी क्या बात करते हो तुम....
-रेखा शुक्ल