ગુરુવાર, 1 ડિસેમ્બર, 2011

દિકરી...!!


શાન્ત- નિર્મળને ઠન્ડી ચાન્દની,
બીજી નટખટને ખુશી નો ખજાનો

એકનુ ગોળ મોઢુને બીજીનુ લમ્બગોળ,
જીવન જેનુ નામ ને તોફાન એનુ કામ,

અણિયારુ નાક અને સીધુ સપાટ પેટ,
ફેશનમા નમ્બર વન ને ખુશ રહે હર દમ

મેક અપ એનો અપટુડેટ ને ચાલે ભાળો મસ્તી,
અણિયારી એની આન્ખો ને વાક્છટા મજાની

હસુ હસુ કરતા અધરો ને નયન ગોળ લખોટી,
મેહ્ફીલમા ભરીદે રન્ગ વાતો એવી તગડી

સ્વપ્નના મહેલમા રહે ને વાદળ પર દોડે,
ગુસ્સામા રડી પડે પણ લાગે ઝાસીની રાણી

ખુશ હોય તો વારી જાય દઈદે ઘણી ચુમ્મી,
મોટી થાતી દીકરી ની બસ ચિન્તા કરે એની મમ્મી

રેખા શુક્લ(શિકાગો)

છીપ બુંદ મોતીડાં...


કલમની તલવારોને કવિતાનો આશરો,
સાહિત્યના આભુષણોને શબ્દના અલંકારો,
રમણીય બાગમાં પારિજાતકનો ક્યારો,
પૂનમની રાતો 'મહેશનો સથવારો.
*****************************
ગણેશજીનું પુજન ને ઠાકુરજીની પુજા..
શિવજીનો અભિષેક ને અંબાજીની આરતી..
પરિક્રમા દેવોની પણ રટવા મારે 'મહેશજી'
******************************
તરંગોની હેલીને હોય્ લજ્જાની વાડ
રૂપાળા શમણાંએ કરી ઘુંઘટની આડ
******************************
મોરલાના ટહુકારા ને ચાતકની વિરહતા..
મિલાપની વાતુ બસ મનમાં લઈ ચગળતા..
*******************************
મુંછાળા મરદનો ઘેરા સાદનો ઘાંટો..
સરકતી ચુંદડીએ પગમાં વાગ્યો કાંટો..
*****************************
રેખા શુક્લ(શિકાગો)

પુષ્પાંજલી..


Teachers Shape Up the Stars Of Tomottow...!!!
One degree separation of Inspiration Brings out "the" creation....
Nartan Academy of Chicago-tribute for guruji shrimati Mrugakshiben..!!!

કાલ્પિક દુનિયામાંથી વાસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાઈને વળી વળીને નજરું નાંખી નાની પગલી પાડી જાય..."નુપુરના રણકારે સપ્રેમ ગુરુજીને...!!" મારી બંને દીકરીના આરંગેત્રમ સમયે શબ્દ પુષ્પાંજલી અર્પણ..!

ન્હાના પગલે "નમસ્કાર" કરતી બેહનોની જોડી છે..
કાબેલિયાત સરકરતી મંજીલે ધીમી ડગલી માંડી છે...!!

દીકરીને વળાવતાં હો તેમ આંખ તમારી ભીંજી છે...
"વિદાય નથી હોં .." કહી તમેજ સમજાવી છે..!!

અંદરની કળાને જાગૃત કરવા ગુરૂની જરૂરિયાત પુરી પાડી છે..
અહોભાગ્ય છે દીકરીના કે શિક્ષા તમે દીધી છે...!!

કદાચ ભુલ કરી હશે, બાળક છે..છતા શિક્ષા તમે દીધી છે..
શિષ્યા બનાવી, સાચી લગનથી કળા તમે વિકસાવી છે..!!

જનેતા છું-રહી દેવકી બની આજ પ્રસંશાથી ખુશ છું...
માતા યશોદા બની ગુરૂ તમે બન્યા ને ખુશી અમને દીધી છે..!!
રેખા શુકલ(શિકાગો)

કાલ્પનિક દુનિયા


કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર
રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની
શરમાય છે....
*****************************************
ગુંજન દિલમાં ગુજરાતનું ને કવિતાની કેડી લઈશ...
દુનિયા લડે વાત-વાતમાં હવે તું રડી લઈશ....
*****************************************
શબ્દના અલંકારો ની શોભા છે ન્યારી...
સજ્જનતા ને સૌમ્યતા પ્રભુને પણ પ્યારી..
*****************************************
ઢાંકમાં તુ રૂપને શાને મેંદી ના રંગમાં...
પાગલ તુ પ્રેમના તો લાલ ચટક રંગમાં...
*****************************************
ઘુંઘટની આડે મીઠું એક શમણુ તું જોઈશ...
પાયલની ઝંકારે અનેરું નૃત્ય તું કરીશ...
*****************************************
આવી હાથે પાંખો તો જરા જરા ઉડી લઈશ..
દાદરા બનશે આકરા તો એસ્કલેટરે ચડી લઈશ...
  રેખા શુકલ -શિકાગોઅમેરીકા

ઢીંગલા-ઢીંગલી ને હિંચકે હિંચાવે આ જીન્દગી..


અક્ષરોના ઇતિહાસનો અભ્યાસ કર્યા વગર.. 
પુષ્પાંજલી કવિતાની અર્પણ કરવા આવી છું...

ઝુલતાં મિનારાના સહારે ભર્યા ડગ ને સ્વપ્નનો મહેલ કંડારું છું...
રમત રમી ખો-ખો ની પણ સંતાકુકડી યાદ કરું છું....

સુખના સરનામાની શોધે બાઈ-બાઈ ચાંયણી...
પેહરી ચશ્મા જડે જો ઝાંપો,હું તો ડેલે હાથ દેવા આવી છું...

રુપેરી ઝરણાં ને કહી સસલીએ કવિતા,
દોટ મુકી અટક્યુ બસ અમારી આંખમા...

સુતરના બે ધાગાની રાખડીને રુડી રુપાળી બાંધણી..
નાડાછડી ના બન્યા ગણેશ ને, સાબુમા કોતરેલા પેલા રમકડાં..

મુલાકાત વગરના સંબંધોને ઉછેર્યા અત્તરના પુંમડાથી...
ઉંમરે ઉભી સાંભળુ ઉરના ધબકાર,હેઠી ઉતરી સ્પર્શે મુગ્ધ થાંઉ છું...
ઢીંગલા-ઢીંગલી ને હિંચકે હિંચાવે જીન્દગી...

   રેખા શુકલ -શિકાગો, અમેરીકા

શનિવાર, 5 નવેમ્બર, 2011

ખરીને તારલા…

ખરીને તારલા નજરમાં ભરાયા
અંધારે નહીં પણ અજવાળે દેખાયા
લાગણીના જાળામાં શ્વાસ રૂંધાયા
નવા વર્ષના અભિનંદન જ્યારે નવાજ્યા
સમજાશે અનુભવે કે તાંતણાય તણાયા
બચીને કેમ બુડવાનું જી-વનના જાળામાં
રેખા શુકલ(શિકાગો)

જોયો સાવ એકલો દરિયો..


અમારી ટચુકડી બારીએથી માનવીઓના મધુવનમાં
જોયો સાવ એકલો દરિયો...

ચેહરાઓના વનમાં અમારો આસપાસનો રસ્તો
નાના-મોટા પગલાંથી પંથ એક ફૂટ્યો...

સમી સાંજની હરિયાળીમાં ભૂરા આકાશની આશામાં
લઈ તડકાનું ચોસલું..બે બટકાં ભરી લંઉ...

ને પેલા વરસાદથી ધરતીની સોડમ જરા ગટગટાવી લંઉ...
મન ની પાર ને પેલે પાર..! 

માણસને ગમે તેવું વાણીનું વૃક્ષ એક ઉગે..
ને શબ્દ મારો બને પારસમણિ...

પહોંચવાનું અક્ષરથી ઈશ્વર સુધી...
આયુષ્યની અયોધ્યામાં વ્યક્તિ અને અભિવ્યકતિ...

રેશ્મી ઋણાનુબંધ બને ખડક અને દીવાદાંડી...
તસ્વીરનું તીર્થધામ ને પ્રતીક્ષાના ઝરુખે દીવડી... 

રેખા શુક્લ (શિકાગો)