બુધવાર, 17 નવેમ્બર, 2021

વતન પરદેશ

 

પ્રકરણ - 1 સ્વદેશી પકડે કલમ ને હાથ આખો દાઝે

ગુજરાતી બોલતા શીખતા પહેલા મમ્મી ના લીધે શોખ વિકસ્યો નૃત્ય નો. સાતેક વર્ષ ની ઉંમર હતી ત્યારે પપ્પાની કંપની પીકનીકમાં ગીત ગાવા ને નૃત્ય કરવા ભાગ લીધેલ અને મારી નાની બેન ભાઈ બનેલી ગીત હતું “એક દો તીન ચાર ભૈયા બનો હોશિયાર “ બધાએ તાળીથી વધાવ્યા. મમ્મી એ ગાયું “એ મેરે વતન કે લોગો તુમ ખૂબ લગા લો નારા જો શહીદ હુવે હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની “  અને ઇનામ મળ્યું. હજું પણ તાજુ બન્યું જેટલું જ યાદ છે. પપપા નો શોખ જાણે પૂરો થયો પરિવારથી ખુશ હતા. આમ દરેકમાં ભાગ લેતા સ્ટેજ પર અભિનય કરતા ડર ન લાગતો. તેથી બ્રહ્મ સમાજમાં ને  સ્કૂલમાં ઇતર પ્રવૃત્તિ નો લાભ મળતો. રંગમંચ પર આરંગેત્રમ નો જોવાનો લહાવો પણ ના ગુમાવ્યા નો આનંદ બમણો થયો જ્યારે મારી બંને દીકરીઓએ અમેરિકામાં ઉછરી ને કરી બતાવ્યું. કોઈને લાગે કે એમાં શું મોટી વાત પણ કરે તેને જ સમજાય કે ભારત થી દૂર રહી બધું કરવું, કરાવવું સહેલું નથી. લાગણીશીલ મહેશજી ના લીધે બધા શોખ વિકસાવી માણી શકી. આમ તો તેમનો જન્મ આફ્રિકા દારેસલામ માં થયેલ. ત્યાં હાઈસ્કૂલ પતાવ્યા પછી કોલેજ ના હોવાથી તેઓ મુંબઈ ભણવા આવ્યા તે સમયે અમજદખાન હા “શોલે” ના ગબ્બર એમને કહેતો શુક્લાજી આપ દુબલે હો કુછ ખાયા ભી કરો આમ કોલેજ પછી લંડન ગયા. જી એમ મોટર માટે લગભગ નવ વર્ષ જોબ કરી વચમાં પોતાની એકની એક બહેનને પરણાવી ત્યારે બેભાન થઇ ગયા એટલે લાગણીશીલ હતા ને હજુ પણ છે.

નાગપુર માં દાદાનું ઘર ત્યાં મારો જન્મ થયો મારા કરતા એક મોટી બહેન હતી તેને લઇ બા મમ્મી પપ્પા અમદાવાદ આવવા નીકળ્યા. ટ્રેન ની લાંબી મુસાફરી માં જર્મન સિલ્વર નો પેચ વાળો લોટો ભરી પાણી લઇ બેડ બિસ્ત્રા સામાન સાથે મુસાફરી કરતા. બેન ને ઉપર બર્થ માં સુવડાવી ને પતરાની પેટી પર મને. સ્ટેશન આવતાં ગાડીનો આંચકો આવ્યો ને બહેન ઉપર થી પડી પતરાની પેટી નો ખૂણો આંખમાં ન જતા પાંપણ ઉપર વાગ્યો ને લોહીની ધાર થઇ! ત્યાં ને ત્યાં જ ટાંકા લેવાયા પછી આખરે અમદાવાદ પહોંચ્યા. સરતું વિચારબિંદુ ટપક્યું પીંછીથી કેનવાસ પર ક્યારેક હસ્તું ક્યારેક વિચારતું ચિત્ર તાંકતું નજરૂમાંતો ક્યારેક સામે હસતું એક પેન્સિલની અણી થી થઈ અલગ વિસ્તર્યું રંગોમાં અને સર્જાઈ કલાકૄતિ. દિવાના છે રંગોના કલાકૃતિ સર્જવામાં ક્યારેક ગુંથાયા રંગ નવા અનોખા કાપડમાં. આકારો ના વળાંકો નો દોષ નથી પણ તુંડે તુંડે મતિર્ભિન્ના એમ કલા વિકસે છે દરેકમાં કોઈને સંગીતની દુનિયા ગમી કોઈને ભાષા વ્યક્તિ કે વસ્તુ માં. કુદરત કરે છે કમાલ અને તમને આપે છે કલા હવે તમે જો વિકસાવી શકો તો એમાંથી જે રચાય તે કૄતિ સૌને ગમે તથા જરૂર વખણાય. મનુષ્યમાં સ્ત્રી અને પુરુષ પ્રભુની સર્વશ્રેષ્ઠ કૄતિ. પણ પાષાણે કંડારી મનુષ્યે પ્રભુની જ હસ્તી મૂર્તિ તેને મંદિરે પધરામણી કરી છે. બાળક જન્મે તો માબાપ ને  સૌથી વહાલું લાગે કેમ કે તેનું સર્જન છે. ખીલેલા ફૂલો મોસમના જોઈ મન પ્રસન્નતા અનુભવે અને માળી એનું જતન કરે તો કોઈ મંદિરમાં તેનો હાર બનાવી ચઢાવે .મને ખૂબ શોખ છે કલાઓ વિકસાવવાનો તેથી શરૂ શરૂમાં હું ડુડલીંગ કરતી દરેક હાંસિયામાં નાનું મોટું ચિત્રકામ કરતી. પપ્પા નો વારસો મળેલો હતો, ચહેરો દોરતા શીખી ખરી. રંગો માં મેઘધનુ મારું પોતાનું બને ને આકાશે વિચરે મન ઉડી ને અડે. વોટર કલર ઓઈલ પેઇન્ટ પેન્સિલ કલર ને ક્રેઓન્સ ની મજા કલાકૄતિ ઝળકાવે. ક્યારેક વરસાદનું તો ક્યારેક ઉત્તરાયણનું વાદળોમાં સંતાયેલા સુરજદાદા કે ચાંદામામા અને નીચે ધર. ઝાડ ની બાજુમાં તળાવને તળાવમાં તરે હંસ અને માછલી. દોરડા કૂદતી છોકરી દોરું તો ક્યારેક બસ રંગોળી. ઘણા વખતે નવું શીખવાનો આનંદ થયો જ્યારે એલ્યુમિનિયમ ઓક્સોડાઇઝ પ્લેટ ને કાર્વ કરી. ઓહ માય ગોડ કંપાસ એન્ડ્ તીક્ષ્ણતા તેની ફીટ પક્કડે આંગળીએથી લોહી ટપકે પણ કોઇ અનુભૂતિ નહોતી આંગળીમાં કે સંવેદના.પણ મારા રાધાકૃષ્ણ નું આર્ટ વર્ક પૂરુ કર્યાનો સંતોષ હતો.. આજ મારી કલાકૃતિ સાચવીને રાખ્યા નો આનંદ છે. કલા ને સાહિત્ય માં લીધેલ રસ સાચવ્યો તેનો ગર્વ છે. જિંદગી બીજો મોકો જરૂર આપે છે તક ને ન જવા દેતા પકડી લાભ લેવો જ જોઇએ. તેવું મારું માનવું છે. પણ સમય સમયને માન છે. આમ નાગપુર જન્મી ત્યારે મમ્મી માં અનેરો આનંદ ને ખુશી જોઈ નર્સ પણ કહેતી કે તું ખૂબ ચોખ્ખી છે ને ખુશ છે. મને પાસે આવવું ગમે છે. 

સ્કૂલ ટ્યુશન વગર પતી ને કોલેજ માં માસટર ના છેલ્લા સેમેસ્ટર સમયે મહેશજી ને લઈને મારા સાસુ આવ્યા. તેમણે તો ત્યાં જ લગ્ન નું કહી દીધું ને અમે લગ્ન ગ્રંથિ થી જોડાયા ને 1980 માં હું અમેરિકા આવી. ભારત ને સગાસંબંધી થી વિખૂટા પડી માત્ર પત્ર દ્વારા જોડાયેલ હું ઘર ઘર રમવા લાગી. નવું પ્રકરણ જીવનનું શરૂ થયું. હજુ પંદરેક દિવસ થયા હશે ત્યાં મને સખત દુખાવો ઉપાડ્યો. શીઘ્ર ઓપરેશન કરવામાં આવ્યું ગાયનેકોલોજીસ્ટ શું તે પણ ત્યારે સમજાયું. બે દીકરીઓ ને એક દીકરો આવી ગયાં ને બા સાથે અમે 15 વર્ષ મજા કરી. સમય કયાં ગયો ખબર પણ ન પડી. અડકો દડકો, સંતાકૂકડી રમતા બાળકો સ્કૂલે જવા લાગ્યા. મોટા થવા લાગ્યા.

પ્રકરણ 2– કાવ્ય કલાકૃતિ અનુભવ

લગ્ન પહેલા બે ચાર અંગ્રેજી ફિલ્મ જોયેલી પણ પછી હિન્દી ફિલ્મ જોવી તે લહાવો હતો.  વી એચ એસ ભાડે લઇ વિકેન્ડમાં મેરેથોન ચાલુ. લગ્ન પહેલા કોઈ દિવસ સમોસા નહોતા બનાવેલા. ઉપરથી પડ પણ બનાવતા શીખી ને વાળતા પણ. પણ એમને ભાવતા ચણાની દાળના સમોસા અને મગની દાળની કચોરી તેથી બધુ જાતે બનાવતા શીખી. બા તો વર્ષો આફરિકા રહેલા તેથી મહેસુબ પણ ઘરે બનાવે. ઘરમાં પણ બધા અંગ્રેજી બોલીએ સિવાય કે પૂજા શ્લોક આરતી ને બા ની સાથે ગુજરાતી માં વાતચીત કરીએ. ને કાગળ લખવા હંમેશા તત્પર રહેતી હું દસ દસ પત્તા ભરી દેતી. હું ભારતમાં જન્મી મોટી થઇ લગ્ન પછી અમેરિકા આવી. જ્યારે મહેશજી આફરિકા જન્મી ત્યાં જ મોટા થયા. હાઈસ્કૂલ પતી ત્યાં સુધી પછી ગયા મુંબઈ ભણ્યા ને લંડન રહ્યા નવ વર્ષ. હવે ત્રણેય બાળકો અમારા અમેરિકા માં જ જન્મેલા. મને દેશમાં જવાનો મોકો માત્ર ત્રણ વાર મળ્યો તેથી પત્ર લખતી. કૃષ્ણ ને ઉદ્દેશી ઘણી વાર લખતી જાણે હું જ છું રાધા. 

તુ કવિતા નો કાગળ, કેલેન્ડર નું પાનું ,બાળકો પાટી માં એકડો ઘૂટે ને તેમ ઘૂંટુ છું હું તને. તને એટલે મને પણ .તારું નામ હોવું ક્યાં જરૂરી છે ? અનુભવની વ્યાસપીઠ પર બેસીને પ્રવચન નથી આપવું .કોઈ વચન ની આપલે પણ નથી કરવી, બાળક બનીને જોવો છે તને અને તું એક બાળક છે તેની તને ક્યાં ખબર છે? તું એટલે દુનિયા.તું એટલે દુનિયા થી વિખૂટો પડેલો.ઘર નો ટુકડો મારી ઘડિયાળમાં નહીં બંધાયેલો સમય.મારા ગીતનો લય.સાંજ નો મિજાજ .સવારનું ખુલ્લુ આકાશ..ટેરવા પર સચવાયેલો સમય..તારું પરબીડિયું ખાલી આવે છે પણ, સુગંધથી છલોછલ હોય છે..મને ગમે છે તને ખોટું નથી લાગતું તે.મને ગમે છે તું મને દેખાવ માટે કશું જ નથી કરતો તે.ખોટું લગાડવા કરતાં.સાચુ લગાડીને જીવે છે તું ...શ્વાસ લે છે તું અને દિવસ મારો લંબાય છે .કંપ્યુટર ના કી-બોર્ડ પર ફરતી તારી આંગળીઓનો અવાજ મને ફોન પર સંભળાય છે અને ત્યારે તારા ટેરવાં નો થનગનાટ પામી શકું છું.અરે તું આવે ને તો ઘરની છત પર આકાશ નું ઝુમ્મર લટકાવી દઉં..અને તું આવે ને તો ત્યાંજ ઉભા રહેજો હો ! હું તને લેવા આવીશ, મળવાના રસ્તામાં માણસ ને ન પૂછ..આસપાસ ઉભેલા વૄક્ષો ને પૂછજે..પણ મને એ તો કહે તારા આવવાનો રસ્તો કયો છે? અને મારી પાસે આવવા માટે તારી પાસે કોઈ રસ્તા ની જરૂર છે ખરી? ..હું શરીર છોડી ને ક્યાંક વેરાયેલી પડી હોઉં ને,ત્યારે તું મને વીણી ને ભેગી કરજે.તારો સ્પર્શ મને મારા હોવાનો પતંગિયું કરી નાંખશે, તારે જ્યારે આવવું હોય ત્યારે આવજે, કેલેન્ડર ના પાનાઓને દિવસ દરમિયાન બનેલી બધી ઘટનાઓની ક્યાં ખબર હોય છે? દુઃખ તો ત્યારે થાય છે કે કોઈ કાગળ નું પાનું કેલેન્ડરની તારીખ બની જાય છે. કવિતા લખીને શાશ્વત રહેવા જન્મેલો કાગળ કેલેન્ડર ની તારીખનું પાનું બની ને પસ્તી થઈ ગયું . તું આવે ને તો તારીખના બધા જ આંકડા ઓ ને લાલ રંગમાં ફેરવી નાખું પણ તું આવીશ ક્યારે ? સમય ની દીવાલની બીજી બાજુ પર વધારે પડતી છબીઓ લગાડવાને કારણે પ્લાસ્ટરમાં તીરાડો પડી ગઈ છે. અને તારી છબી છે કે જે તિરાડો ને ઢાંકી રહી છે.રડવાની મૌસમમાં તું ડૂમો થઈ ને આવશે ને તો પણ ચાલશે..મળવાની મૌસમ માં તરજુમો થઈને યાદના ઘટાદાર વૄક્ષનો છાંયડો ઉઠી ને આવશે ને તો પણ ચાલશે..ચલાવી લેવું મારી ફરિયાદ નથી આ, જરૂરિયાત પણ નથી..હું તને અડધે અડધી મળું છું તો પણ તને આખેઆખો તને મારી સાથે ક્યાંક મારામાં સંતાડું છું અને પછી ભૂલકણા માણસો ની જેમ તારી શોધખોળ ચાલે છે ને લોકો એને જીવન કહે છે. તારો એક અંશ પણ મળે ને તેમાંથી તને આખેઆખો ઘડી શકું એમ છું. હું સંગીત નો કેળવાયેલો અવાજ નથી મેળવેલું પખાવજ પણ નથી છતાય મારે તારું ગીત ગાવું છે, તું વરસતો હોય તેવા આકાશ માં ન્હાવું છે. પીંછાનો થયો વરસાદ, ઉમંગ ઉત્સાહ ને સપના સભર મારું લખવાનું ચાલતું રહ્યું ને આમ અમેરિકામાં પછી જ્યારે સમય મળે  ચબરખી કે નોટબુકમાં ટપકાવતી રહી કંઇ ને કંઇ .ક્યારેક ગુજરાતી સાહિત્ય રસિક મારા સાસુ ને પણ વાંચી સંભળાવતી ને હરખાતી. કાયમ મને પ્રોત્સાહન મળતું અને છપાવવા મોકલવાનું કહેતા બા ને હું તે વાત ટાળતી કે લોકો જજ કરે !! ને જૂના દર્દીલા ગીતો તો જાણે કડકડાટ કંઠસ્થ હતા ને અંતરાક્ષરી  કહો ત્યારે રમવા તૈયાર જ હોઉં. ડાન્સ,ગરબા, આર્ટ, બધું કરવા ઉપરાંત રસોઈની ને નવું કરવાની શોખીન હું ક્યારેક મારાથી પણ ખુશ થતી. લખ્યું: પરિવારની માળા માંથી છૂંટુ પડતું મોતી એટલે હું જ દીકરી. કોલેજ કાળ કયાં ગયો ને કરું માસ્ટર તે પહેલા મમ્મી ને આવ્યો પેરાલીસીસ એટેક. બધું પથારીમાં જ કરાવાનું મોટીબા પણ આવી ગયા મદદે !! તાત્કાલિક સારવાર મેળવવી બહુ જ જરૂરી હતી એક બાજુ બધું વાંકું થઈ ગયેલું. અને પથારીમાંથી ઉભા થયા તો કરોડરજ્જુ ના મણકાની ગાદી ખસી ગઇ !! માનસિક આઘાત ને શારીરિક ઘસારો ને આર્થિક મૂંઝવણ મધ્યમ વર્ગ માં ક્યાંથી પોસાય. સીટીઝન થયા પછી મમમીને સપોનસર કર્યા પછી આવ્યો ભાઇ.  સાસુ આવ્યાં કામ શરુ કર્યું. નણદોઈ રહેવા આવ્યા લંડનથી વર્ષ રહ્યા પછી નણંદ તેમના ત્રણ બાળકો તથા તેમના સાસુ મહિના બે મહિના રહી પોતાના ફલેટમાં મુવ થયા. યંત્રની જેમ જોબ ધરકામ ને પરિવારમાં પરોવાયેલા નિરાંતની શોધમાં અમે એકબીજાને શોધતા રહ્યા.

પ્રકરણ 3– અમારા વહાલા  

દાદી મંગળાબેન - બા સાથે મોટી થઈ. મારા બીજા બા, ભાનુમતી બેન - હતા નાનીમા...ને સાસરે વિજયાલક્ષમી-સાસુજી ને આજે એક પણ નહીં ...યાદો થી વિંટળાયેલી શું આપું સિવાય પુષ્પાંજલી ...!!! મિસ યુ ઓલ ! લવ યુ ઓલ ! 15 વર્ષ સાથે રહ્યા બા તેને માટે થેન્ક્યુ ગોડ અમારા બા દેવા માટે...!! સૌથી મોટી જગદંબે રાખજે તારી કરુણા અમારા ઉપર.આશિષ આપી શક્તિ દેજે તારા ચરણોમાં સ્થાન દેજે. શબ્દો ટપક્યા કરે ! ઉઠો જાગો સૂર્યાંજલી કળશ ભરી શ્રાદ્ધ માં શ્રધ્ધાંજલી નૈન ભરી દઉં યાદો ની ના તિલાંજલી દિલ ભરી તર્પણ જીવન અશ્રુ અંજલી ખોબો ભરી.ભગવાને લાયકાત કરતા ઘણું આપ્યું : બે દીકરી ને એક દીકરો ત્રણે સારા સુંદર ને સરખાં લાડકાં.

રચના - કૃતિ- વાર્તા તો ક્યારેક આમ નઝમ લખાઇ જાય ક્યારેક ટચૂકડી વાર્તા . પૂનમ આવી હું મા બનીને જન્મી. મુજમાં આવી બહુ દીધી ખુશી જીવનમાં 1983 સમય ઉપર સમય દીધો, ચાલતો રે ગયો સમય કયાં? પણ ભાગતો રે રહ્યો સમય,  જ્યારે નિરખતો આયનો સમય જ કયાં હતો.કિરણ થઈ ઉગ્યો સમય, કિર્તી થઈ વધ્યો સમય બાળકો થી નામ બન્યું કવિતા તેનું, કંગન બની કાંડે સમય જોબ શરૂ થઇ પછી ગોધુલી વેળા વાળા નું ટાણું, ચાલો સંગ રે સમય ને ડોકી ગયું આકાશ બારીએ, હાશ અજવાશનો છે સમય આજે.પ્રથમ પાને શ્રી ગણેશ કરી, કંકુ પગલા પાડે તુ સમય બધું જાણે કરિશ્મા કુદરત, પણ સંજોગ રમાડે રમત અરે કેમ સમય જેથી રોતુ હસ્તુ ઊંઘમાં સપનું, રંગબેરંગી થયો લાલ પીળો સમય -હાંસિયામાં ઘૂંટુ નામ, ગર્ભમાં છાનુ હસાવે ક્યારેક રૂવે સમય.

શિયાળો આવે બરફ પડે રસ્તા સાફ કરે સનો ટ્રક આવે રસ્તા પર મીઠું ઢોળાય બરફ ઓગળે ને ગંદા કાળા સનો ને રસ્તા પર ગાડીઓ ફરતી જ રહે. બહાર નીકળ્યા વગર ચાલે નહીં તમે ગમે તેટલા સાવચેતીથી કાર ચલાવતા હોય પણ કોઇ આવીને એકસીડંટ કરી જાય કાર વગરના તમે થઇ જાવ ને જો મર્યા નહીં ને અધમૂઆ થયા તો ડોકટરના બિલ મારી નાંખે. ઘર તમારું વેરવિખેર થઇ જાય તે જુદું. કદાચ કોઇ બે દિવસ મદદ કરી જાય તો તમે સદ્દભાગી પણ દર શિયાળે ગમે તેટલું ધ્યાન રાખો તો ઉનાળામાં રસ્તા પર પડેલા ખાડા પૂરવાનું સમારકામ ચાલું જ હોય. બારીમાંથી દેખાતું દ્રશ્ય રળિયામણું લોભાવે.બાળકો સાથે બરફના ઢગલા પરથી ટબાગની કરવા લઇ જતા. થરથર કાંપતા. ઉતર ચઢ કરે બાળકો બધા હજુ એક વાર પલીઝ ! મન ન ધરાય ને કોટ મફલર ટોપી કાઢે પછી બિમાર પડે તો મમમી તો છે જ ને !! 

નયુ જરસી ના રડિયો દિલ છેલછબીલો ગુજરાતીમાં રેડિયો ઇન્ટરવ્યૂ મારો લેવા માટે શ્રી વિજયભાઈ ઠક્કર નો ખૂબ ખૂબ આભાર માનું છું બોલી ન્યુ જર્સી ના શ્રોતા મિત્રો ને રેખા શુક્લ ની શિકાગોથી મિઠ્ઠી યાદ મને સાંભળવા બદલ આભાર ને નવુ નવું લખતા રહીયે ચિતરતા રહીએ જીવતા રહીએ હસતા હસતા બસ એ જ અપેક્ષા સહ સંભળાવેલી કવિતા માંથી થોડી મારી રચના નીચે ટાંકું છું. કલમ ના ચાબખા...વાહ પેન ની તલવાર , માર્યા વગર મારી નાખે ને અસ્તિત્વ ની અભિવ્યક્તિ કરાવે વાચાળ કોરી ભીની કવિતા ...અંતર રેશમ રેશમ હોય ત્યારે તમે જિંદગી વાંચી છે...? આવો ને મળો ક્યારેક અમને "પ્રતિલિપિ" પર , "સહિયારું સર્જન" પર અથવા અમ મિત્રો ની ફેસબુક ટાઈમ લાઇન પર, અમારા ટહુકા ને વધાવવા બદલ અમે આપ સૌના આભારી છીએ. ભરોસાની પ્રેકટીસ અમારી ચાલુ છે કેમ કે સ્મિત માં તાકાત છે શબ્દને વિંધી ને સાંધવા ની, શોધખોળ બાળપણ ની યાદો ની અનુભૂતિ શ્વાસ વપરાઈ જાય તે પહેલા કરાવે તે કવિગણ...રાતરાણી ને પારિજાત મુજ હૈયે વસ્યા,  ચિતાર રખડતા ચાતક નો મોરલો પૂરો કરે, ડૂસકાં ભરે ડોલરીયા જ્યારે આવે દેશ ની યાદ તો આપનું સુસ્મિત સ્વાગત છે. આભાર મુજને પ્રોત્સાહન આપવા ને પ્રેરિત કરવા *પ્રણામ મિત્રો,* કહી બીજલબેન જગડ લાવ્યા અમને*હમારા મુલુંડ પેપર* ( GLF ૨૦૨૧ મીડિયા પાર્ટનર)  આજ રોજ પૂરા ૨ પેજમાં પદ્ય કવિ મિત્રો - *દેવી બેન વ્યાસ, રેખા શુક્લ, મનોજ પંડ્યા,કૌશલ પુરાણી ,પાયલ ધોળકિયા,રમેશ મહેશ્વરી, જીતેશ પરમાર, બાબુ સાંગડા, પ્રશાંત મુંગ્રા, વર્ષા ભટ્ટ,રશ્મિ સંપટ,સુજીત ચૌધરી,પૂજા ગઢવી આ મિત્રોની રચના નો સમાવેશ થયો છે*. *હમારા મુલુંડ પેપર* ફક્ત *શનિવારે પ્રકાશિત* થતાં આપણે ખુશ. સૌ ઉભરતા કવિ મિત્રો લેખકો ને આપ્યું સ્થાન. બસ આમ સારા મિત્રો મળ્યા કવિ સંબેલન થયા દેશી એન આર આઈ ભળ્યા ત્યારે ફલોરિડા યુનિવર્સિટી એ અગત્ય નો ભાગ ભજવ્યો ત્યાં નવી પહેચાન મળી. સંસ્કૃતિ ને ટેકનોલોજી જાણી. મિત્રતા એ સાથ દીધો મને સપના વિજાપૂરા, દેવીકાબેન ધૃવ, સરયુબેન પરીખ, ડો. દિનેશભાઇ શાહ, રાજુલ ને કૌશિકભાઇ શાહ, રેખા પટેલ, જસુભાઇ પટેલ, જે.એન પટેલ, પ્રજ્ઞાબેન દાભદાવાલા, અશરફભાઇ ને મધુમતીબેન  જેવા મહાકવિઓ નો સંપર્ક ને સાથ મળ્યો મારો ઉત્સાહ વધ્યો સાહિત્ય રસિકોથી જેવા કે શૈલેશભાઇ જાડવાણી, ઉષાબેન પંડયા, નિશી સિંહ, બીજલબેન જુગડ વગેરે વગેરે.

સાહિત્ય સાથે ધાર્મિક કાર્યો માં શ્રદ્ધા પૂર્વક રસ લેતી. ઘરે ગરબો લેવાય નવરાત્રીના નવે નવ દિવસ ગરબા ઘરે કરવાની મજા ચાલીસ વર્ષ મળી. દીકરીઓને ભારતનાટયમ સાત વર્ષ કરાવ્યા પછી તેમનું આરંગેત્રમ યોજ્યું. લગ્ન જેટલી ભવ્ય ઉજવણી. દેશ થી આવ્યા મયુઝિશનો વાજિંત્રો કારો ને બક્ષિસ ને આદરણીય મહેમાનોને પુષ્પાંજલિ ને ભોજન. મૃગાક્ષીબેન હિમાંશુભાઇ પટેલ ને ક્યારેય નહીં ભૂલું… આભાર એટલે માનું કે ભારતીય સંસ્કૃતિ ને નૃત્ય કલાનો લાભ મળ્યો બંને દીકરીને.દીકરાને બાસકેટબોલ રમવાનો શોખ. બ્રાહ્મણ પરંપરા રીતિ રિવાજ પ્રમાણે જનોઈ પ્રસંગ પતાવ્યો ધામધૂમથી.તે સમયે જમીનમાં કુંડ ખોદી ગાયત્રી યજ્ઞ કર્યો નવું નકોર ઘર બંધાવ્યું તો વાસ્તુ પૂજન ને સત્યનારાયણ ની કથા વૈભવ લક્ષ્મી ના વ્રત ની ઉજવણી અખંડ દીપ સાથે જવારા વાવી જાગ તેડયાં માતાજી ના ગરબા ગવાય મારા આનંદ નો પાર નહીં. ખર્ચા કર્યા તો માથું ઊંધું કરી કામ પણ તેટલું જ કર્યું. ટેલકોરડિયા ટેકનોલોજી માં જોબ કરી ટેવ લેબમાં પણ કરી ને પછી ડિપાર્ટમેન્ટ સ્ટોર ને બેંક જોબ પણ કરી. શિક્ષિણની ડિગ્રી લઈને આવેલી તે માસ્ટર ડિગ્રી ઇવેલયુટ કરાવી તેની કરેડીટ મળી ઇક્વાઇવેલેન્ટ ટું ચાર વર્ષ ની ડિગ્રી તેથી મળી સ્કૂલમાં નોકરી. થોડી ઘણી કરી પણ ખરી પણ પછી ઘર સાચવણી ઘરકામ નાનકડાં 3 બાળકો, ને ઘરડાં સાસુ સાથે 17 વર્ષ જોબ કરી. ટી વી જોયા વગર ,વેકેશન લીધા વગર , નોન સ્ટોપ ઘરકામ ને જોબ કરી. હજુ પણ કરતી  જ હોત જો હારટએટેક ના આવ્યો હોત. કોને જઈને ફરિયાદ કરો કે અરે આપદા વિપત્તિ ની હારમાળા થઈ પડી છે. જળ ના વળ માં પળ પળ તડ પડી લો ઝણઝણાટી બુંદ બુંદ માં સાંકળી થઇ ગાંઠ પડી જડી શ્વાસ નળીમાં અટકી અન્ન નળીમાં ફસકી પડી બહુ જ નડી. ક્યારેક પરિવારની પરિસ્થિતિ કે પોતાની લાઈફ સ્ટાઇલ પોતાને જ નડે. પ્રભુ નહીં પણ માણસ ઊભું કરે દુ:ખ ને બીજા ને નડે. 

ન્યુઝ ઓફ ગાંધીનગર જનફરિયાદ પ્રકાશન માં અને રાષ્ટ્ર દર્પણ માં મારી અસંખ્ય કવિતાઓ ને ટૂંકી વાર્તાઓ પ્રકટ થતી રહી પાંચ પાંચ વર્ષ સુધી પછી કેસુડા. કોમ પર છપાતી રહી . કાવ્ય ને દંતકથા દિવાળી ,હોળી,શ્રાવણ માસ ના તહેવારો હોય કે રક્ષાબંધન, એક લોકપ્રિય, પરંપરાગત રીતે હિન્દુ, વાર્ષિક વિધિ અથવા વિધિ છે, બોળચોથ,નાગપાંચમ,રાંધણ છઠ, શીતળા સાતમ, પતેતી પછીનો તહેવાર છે જે દક્ષિણ એશિયામાં ઉજવવામાં આવે છે, અને હિન્દુ સંસ્કૃતિથી પ્રભાવિત વિશ્વભરના લોકોમાં પ્રચલિત શ્રાવણ માસમાં આવે છે ને છેવટે નંદ મહોત્સવ એટલે જન્માષ્ટમીનો તહેવાર પણ. બધા વિશે બહુ લખાયું ને છપાયું પર્વો નો શુભાનંદ માણીએ શ્રાવણ મહિના શિવજીના અભિષેકે વરસાદી દિવસોમાં પણ હિંડોળા ના દર્શન હવે તો ઘેર ઘેર ઉજવાય છે. શિવરાત્રી કે ઉત્તરાયણ નાનું મોટું લખી સાહિત્ય ક્ષેત્રે જીવંત રહ્યા કર્યું  બસ રાખી એવી ડોર, કે વગર પાંખે ઉડી જાય થયું ભાઇની કલાઈ પર બેન ની યાદ બંધાઈ જાય,કરી કંકુ ચોખાનું તિલક બંધાય જાય કાચા સુતરનો તાંતણો.રક્ષાબંધનના પાવન પર્વે વિનવું છું પ્રભુ ને ખુશ રહે, તંદુરસ્ત રહે, દુ:ખ દર્દ થી બચાવે રેશમનો છે તાર, એક અનોખો સાર બંધને પણ પહેલું સુખ તે જાતે નર્યા, ભાવ સ્નેહ વરસાવે ને ભાવ સ્નેહ નો વહયો સરિતા સમ ખાસ રક્ષાબંધન કે લીધો ખોળામાં જન્મ્યો ત્યારે આંખો હેત વરસાવી હા વહાલ કર્યું હાલરડાં ગાઇ, ઝૂલ્યો પારણિયે સૂઇને ભીંજાયો તું ભાઇ અમ વહાલમાં હરખાઈ ને જોઇ રાખડી બંધાવે એજ આશિષ ,એજ અભ્યર્થના , ને એજ લાડુ લઈને ખુશખુશાલી મારા ગાલે ચુમી કરતો મુજ ખંજને વધાવે.ગણ્યા છે સિતારા ક્યારેક ધ્રુવ નો તારલીયો જોઈને રક્ષા કરજો મુજ ભાઇની”પોતેજ ભેટ છે” કહી હસાવે.કેટલી ટેલેનટ ભારતમાં છે શરમાવી દે આપણને કે બધા ને કેટલું આવડે? વેસટમાંથી બેસટ બનાવી શકે, તે વેચી શકે. હમણાં અદભૂત ડાનસ શો જોયો. દેશના વડીલ પ્રોત્સાહન આપે ને બાળકોની ટેલેનટ બહાર લાવી શકે. છાતી ગદ ગદ થઇ જાય એવા ટી વી શો જોવા મળે. અહોભાવની ભાવના પણ વિનયથી નમ્રતાથી રજૂ કરે ગુરૂજીનો આદર સાષ્ટાંગ પ્રણામ કરી થાય ત્યારે દિલથી શુભેરછા જ નીકળે. 

પંદરમી ઓગસટે રાષ્ટ્રભૂમિ તરસાવે ને શૌર્ય જાગી ઉઠે કે::તરફડે શબ્દો દાયિતવે જવાબદારી તરફ વાળે પણ રોષ શબ્દે ટપકે. મારુ શૌર્ય બળવો પોકારે*સળગતી રહી ઝૌહરમાં નારીઓ, આખલાઓ મૌન હતા.*ભણાવી દીધું અકબર મહાન, તો મહારાણાપ્રતાપ કોણ હતા.*સડી ગઈ હતી લાશો સડક કિનારે,**ગાંધી પણ મૌન હતા.**ભણાવી દિધું કે ચરખે આઝાદી મળી,**તો માંચડે ચડનાર જુવાનજોધ કોણ હતા.*એ દોરડી હજી સંગ્રહાલયમાં મોજૂદ છે, જેનાથી ગાંધી બકરી બાંધતા હતા,*પણ ઓલી દોરડી ક્યાં છે જેના પર ભગતસિંહ,સુખદેવ,અને રાજગુરૂ હસતા મોંઢે હિંચક્યા હતાં.*કોણ જાણે કેટલા હિંચક્યા હતા ફાંસી પર,કેટલા ગોળીએ વિંધાણા હતા,*ખોટું કેમ ક્યો છો ? સાહેબ કે ચરખે આઝાદી આવી હતી.*મંગલપાંડે* ને ફાંસી. *તાત્યાટોપ* ને ફાંસી.*રાણી લક્ષ્મીબાઇ* ને ઘેરાબંધી કરીને મારી.*ભગતસિંહ* ને ફાંસી.🇮🇳*સુખદેવ* ને ફાંસી.*રાજગુરૂ* ને ફાંસી.*ચંદ્રશેખર આઝાદ* ને અંગ્રેજ દ્વારા એકાઉન્ટર. *સુભાષચંદ્ર બોઝ* ને ગાયબ કરી દિધા.

*ભગવતીચરણ વોરા* બોમ્બ ધડાકામાં મૃત્યું.*રામપ્રસાદ બિસ્મીલ* ને  ફાંસી.*અશફાકઉલ્લાખાં* ને ફાંસી.🇮🇳*રોશનસિંહ* ને ફાંસી.*લાલા લજપતરાય* ને લાઠીચાર્જમાં મૃત્યું.*વિર સાવરકર* ને કાળાપાણી ની સજા.*ચાફેકર* નાં ત્રણેય ભાઇઓને ફાંસી.*માસ્તર સૂ્ર્યસેન* ને ફાંસી.

અમુક નામ જ પ્રસ્તુત કર્યા છે જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં બલિદાન આપ્યું.ઘણાં વિરલા એવા છે જેનું નામ હું ને તમે જાણતા પણ નથી.એક વાતની હજી સુધી ખબર ના પડી કે ભગવાને નેહરુ ગાંધી ને એવા ક્યાં બખ્તર પહેરાવ્યાં.

જેને કારણે અંગ્રેજોએ ફાંસી તો ઠીક ક્યારેય એક લાઠી પણ ના મારી.ઉપરથી વળી બંને પાછા બાપું ને ચાચા બની ગયાં. *ઊંડાણ થી  વિચારજો.**ભારત માતા કી જય..**વંદે માતરમ્...*છતા કંઈ જ ન કરી શકીએ. મારું તો લોહી જ ઉકળી ઉઠે દેશપ્રેમી જવાનો ના બલિદાન માટે. જેટલો ઉપકાર માનો તેટલો ઓછો છે. ત્યારે સોલ્જર ની આવે દયા, બળે જીવ, રોવા લાગી ને વિયેટનામ વોર ની વાર્તા લખી. “ ફસટ ધે કીલડ માય ફાધર “ હૂબહૂ સંવેદનશીલ વર્ણન .

બીજી પ્રણય પ્રકરણ કથા લખી “ અંધકારનો આછો પ્રકાશ “

પ્રતિલિપિ એ અગ્રસ્થાન દીધું. પછી ઘણી પ્રકારની  વાર્તાઓ લખી ને પ્રકાશિત થઇ. “ગગને પૂનમનો ચાંદ” બૂક છપાઇ ને મારો બ્લોગ પણ બન્યો બીજો પણ બન્યો ગદ્ય પદ્ય રચના અલગ કરવા:: “મારો સોનાનો ઘડૂલો રે”

આમ કાલ્પનિક દુનિયા માંથી વાસ્તવિક દુનિયા ની ધરતી પર રૂમઝૂમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે ત્યારે શબ્દોને પાલવડે સાજન બાંધું કવિતામાં ને સ્ટોરીમિરર માં પણ સર્ટિફિકેટ લીધા. ચાલ લાગણીયું વરસાવીએ નિજ કર ના દર્શન કરી નમું.પ્રભાતે રોજ...!!

સોનેરી તેજે.પ્રસન્ન ભાનુ શોભે.ક્ષિતિજ ઓથે.ઝૂકીને આજ.કહું એ આદિત્યને.ભલે પધાર્યા...!! હમણાં વાંચન છૂટી ગયુ છે અને પોસાય એવુ એ નથી રહ્યુ.ઘર ની લાઈબ્રેરી એકવાર તારી ભાભી એ કોથળો ભર્યો .ઓહ મારા જીવ થી એ જ્યાદા વ્હાલા હતા તે પુસ્તકો એજ સમયે સ્કૂલ ની લાઈબ્રેરી મા મોકલી આપ્યા..હવે નવા જનમ મા નવા વસાવીસ અને વાંચીશ.કઈ કઈ રીતે શું નુ શું છૂટી જાય છે  જીવનમાં ક્યારેક યાદ કરો તો લાગે ખુદ થી ખુદ છૂટી જાય ને ખુદને પણ ના ખ્યાલ રહે ને કઈ રીતે મન મનાવી લેવાનુ કે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ને ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.અરે પણ કઈ રીતે..?? ક્યારેક આંખ આડા કાન ન થાય. સાંભળીને દિલ દ્રવી ઉઠે પણ હકીકત આ જ છે. જ્યારે આવી આંસુ લૂછવાની તક ને હાથમાં પાલવનો છેડો રહી જાય..ને આખે આખો  વ્યક્તિ જ ગાયબ થઈ જાય.ભર જવાની માં કેન્સરમાં કિમો પતાવીને ઉભેલી છોકરી ને કોઈએ જઈને કીધું નહીં હોય કે યુ આર બ્યુટીફૂલ !! હેય પ્રિટી વુમન !હા નન્દિની પણ મારી એક હુનહાર વિધ્યાર્થીની જ હતી...કેન્સર મુક્ત હતી. બીજી ને દિલમાં છેદ. પણ બહેનને થયું છાતીનું કેન્સર હું ભાંગી પડી. અહીં જેઠાણીને પણ છાતીનું કેન્સર !! મન કઠણ કરી મારે તો મારા પરિવારનું ધ્યાન રાખવું જ રહ્યું. મમ્મી ને સાથ દેવા પેપર તપાસવા અમે બેસી જતા. મમ્મી ટ્યુશન કરતા અમે મોટા થઇ ગયેલા તેથી ઘરકામ કરી નાખતા. દિવાળીમાં ઘરની સફાઈ કરી નાસ્તા પણ કરતા હવે બધુ તૈયાર લાવો પણ કોઇ નથી આવતું બધા કરે છે ડાયટ કે કોઇ નથી ખાતું પછી મન મનાવી લેવાનું ઉપરછલ્લું કે હા ઉજવણી કરી પ્રસંગ કર્યો કે કામ પતાવ્યું !!! એમ નહીં કે દિલથી મજા કરી. ઉત્સવ ને પ્રસંગ તેથી જ ભારતમાં મજાથી માણી શકાય. 

પ્રકરણ 4. ભાગ્યવાન 


             ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વર...ll

              ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂદેવ નમઃll

ગુરૂદક્ષિણા ની આવે વાત તો યાદ આવે એકલવ્ય ની વાત.જેનાથી બધા જ વાકેફ છે. પણ સૌથી મોટા ગુરૂ તો દરેક ના માતા-પિતા હોય છે. ને બીજા હોય તો પપ્પા મમ્મી ના માતા-પિતા શું શું નથી શિખવતા હોતા .સવારે ઉઠીને શ્લોક પઠન-પ્રાર્થના-પ્રભાતિયા-પૂજાપાઠ-સૂર્ય નમસ્કાર-ચોખ્ખાઈ ઘરની, અંગની, મનની -જીવનના સારા નરસા ની ઓળખ .પણ ક્યારેય ના માંગે દક્ષિણા કે મેળે મળે દક્ષિણા ખરું ને !! દિવાન બલ્લુભાઇ માંથી નિવૄત્તિ પામ્યાને પણ વર્ષો વીતી ગયા પણ આ વર્ષે મમ્મી એ એક વિડીયો કરી મોકલવાનો હતો..પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે...આવી ગયા આંસુ બધા યાદ આવ્યા તો .હજુય બધા યાદ કરે છે !! બસ એક વાત દુનિયામાં આ જ છે "કોઈ યાદ કરે".કર્મ કરવાના ને ધર્મ પાળવા નો.મર્મ સમજો તો.આજે જે આર્ટ લવર છું તેની બદોલત શ્રીમતી ઇન્દીરાબેન ને જાય છે.. વંદુ તેમને આજે.પપ્પા નો વારસો તો હતો જ પણ ઇન્દીરાબેન ને ખૂબ ગમતી...તે અમારા ડ્રોઈંગ ટીચર હતા. બાજુમાં આવી શીખવે.તે હજુ યાદ આવે.ફ્રી હેન્ડ શીખવે, જુદા જુદા તહેવારો ને સબ્જેક્ટ પર ચિત્ર દોરાવે જેવું કે વરસાદ-પનિહારી-ઉત્તરાયણ-દિવાળી-ઘર વગેરે વગેરે...દોરીને રંગોથી ભરેલું ચિત્ર શાળા ના કાચના બોર્ડમાં ડીસપ્લે કરવામાં આવે..હું રાજી ના રેડ હોંઉ !! ફરી ઉત્સાહ જાગે ને ઘરમાં ચારેકોર મારું ચિત્રકામ. થર્મોકોલ માં ફ્રી હેન્ડ કોતરણી કરું પાછળ રંગીન કાગળ મૂકી ટીંગાડુ, પપ્પા ખુશ દેખાય તો પૂછુ કેવું લાગ્યું...હંમેશા "ગુણગ્રાહી બનો ને સુખી થાવ" કેહનારા પપ્પા મલકી ઉઠે મને ગમતું. સોસાયટીમાં રહેતા એક છોકરાને ત્યાં આર્ટવર્ક જોયેલું ખૂબ ગમી ગયું !!

ઘરે આવી ને લઈ આવી એલ્યુમિનિયમ ઓક્સોડાઇઝ્ડ પ્લેટ....રાધાકૄષ્ણ ને કોતર્યા...એકોએક વાળ, ઝૂમખાં,આંખોની કીકી, બધું જ કોતરતી રહી...કાર્વિંગ પેન વગર...!! ટેરવાં નમ ને દિવસો સુધી દુખાવો પણ ખોવાઈ ગયેલી હું તો ચિત્રકામ ની મજામાં..થોડા રંગીન ચિત્રો બનાવ્યા..સૌથી સરસ બન્યું એક સમડીનું આબેહુબ ચિત્ર ને પાછું હતું પણ રંગીન.ઘરમાં દીવાલ પર ટીંગાવ્યું હતું ...એવું હજુય યાદ છે. ફેવિકોલ-પીંછી-રંગ-પેન્સિલ સાથે સારી દોસ્તી બની હતી. સૂકાઈ ગયેલા તુંબડા માંથી વિચાર આવ્યો એક લેમ્પ શેડ બનાવવા..ને તે પણ બન્યો તૈયાર.પપ્પા લાવેલા સુઘરીનો માળો.ઘરમાં ઘણું જુદું લાગતું..ગમતું લાગતું. પણ હવે સોસાયટીમાં હડતાલ ચાલુ થયેલી..હું ને બેન ભૂખ હડતાલ પર ઉતરેલા...મોરચા માં ભાગ લીધેલો,ફાટી નીકળ્યો હતો નવનિર્માણ હિંદુ-મુસલમાન નો જુસ્સો.મિલેટરી આવી ગયેલી, ને હોળીના નાળિયેર જોશમાં આવેલા છોકરાઓને કરફ્યુમાં ઇજા પણ થયેલી.જાણીતા સ્ટોર માં આગ લાગી હતી..લૂંટફાટ ચાલુ થઈ ગયેલી. અંધારપટ પણ ચાલુ થઈ ગયેલ. ડર લાગતો હતો સમજ માં નહોતું આવતું ને ગુસ્સો આવતો હતો...લખવાનું ચાલુ કર્યું ને લેખ લખતી રહી.જોશ ને રોષ શબ્દે રેડાતા રહ્યા !! ને પ્રેમ ડોકાણો નજરું માં .અંતરની ઊર્મિ દીધો વળાંક.કવિતા ની વેલ પાંગરતી રહી. અલંકારીક ભાષા શીખવેલી શ્રી. ભિખુભાઈ સાહેબ.. વંદુ તેમને આજે પણ.એકવડીયા  બાંધાના ને સ્મોકર પણ ભાષા ના પાવરધાં .ભૂગોળ પણ તેજ શિખવતા.ચાલો ત્રણ ફેવરીટ પિરિયડ સ્કૂલ , કુતુહલતા ને લીધે વિજ્ઞાન વિષય ગમતો.રમત-ગમત ને શિસ્ત શીખવે વ્યાયામ… ને ચેલેંજ કરું જાત ને અંગ્રેજી શીખવા ...આમ વર્ગીકરણ સિવાય ગણિત પણ ગમતું (ચાલે) સંસ્કૄત ની મજા કંઈક ઓર જ હતી.ને હિન્દી મને આજે પણ મીઠ્ઠી લાગે...હવે તમે જ કહો' સ્કુલ ' મારી ફેવરીટ જગ્યા..! .વેકેશન માં નવું શીખવાનું ભરત-ગૂંથણ-સિલાઈ કામ વગેરે !! પ્રિત્યું શ્રાવણ ની ભીની સાંજ ને ઉપરથી રન્નાબેન શીખવે ડાન્સ...એમને કરું છું વંદન ને યાદ ! તાલ ની સૂઝ દીધી...મરફી રેડીયા પર જુના ગીતો નો મળ્યો સહકાર .ને કરુણ રસ ગળામાં સહજે ભળ્યો...પ્રેક્ટિસ તો ધાબા પર રોજ આથમતી સાંજે..ક્યારેક શાંત બપોરે.મોમ-ડેડ પ્રીટી ગુડ સિંગર હતા.રે મેં તો પીધો કસુંબીનો રંગ,ધીંગાણું. ,શિવાજીનું હાલરડું, કવિ દાદ. દોહા રોજબરોજ ના દિવસોમાં ગૂંથાઈ ગયા.ઉમાશંકર જોષી સામે મળી ગયા, ફાધર વાલેસ-ભૂપતભાઈ વડોદરિયા, ને આદિલ મન્સૂરી નું મળ્યું પ્રોત્સાહન..ને મારો લગાવ વધતો ચાલ્યો.સર્વેને મારા નમ્ર વંદન ખરેખર રમત રમતી બહેન ને તેનુ નામ સ્કૂલ સ્કૂલ..હાથમાં લેતી ફૂટપટ્ટી ને પ્રીટેન્ડ શિષ્યો ને ભણાવતી...!!

શિક્ષક સમાજ ના ઘડવૈયા ને કુમળા બાળકોના માનસપટ પાડે ઉંડેરી છાપ.આમ ને આમ જીવનમાં ભરતા રહે રંગો સારા શિક્ષકો શીખવતા રહે જીવનભર.ખુલ્લી રહે આંખ ને કાન તો ન્હાનુ ભૂલકું પણ શીખવી જાય છે..એક ચોકલેટ તેની ગણવાની દક્ષિણા ? વર્ષો વીત્યાં ને પાછી નજરે દીકરીઓ એ કર્યું ભરતનાટ્યમ આરંગેત્રમ ને દિલ રન્નાબેન ને યાદ કરી ઉઠ્યું ! બહેને કીધું મને યાદ કરે છે હજુ...અરે દિલ તો બન્ને તરફ ધડકે છે ને..! પાછી નજરે કવિતા એ ન્હાના પગલે નમસ્કાર કર્યા શ્રીમતી મૄગાક્ષીબેન ને કે જેમણે દીકરીઓને શીખવી કળા,ને આપી ખુશી...આજે વંદુ તેમને પણ ફરી જ્યારે ફરી જોયું સૂચિનું આરંગેત્રમ..ખૂબ મજા આવી ગઈ.ભરતનાટ્યમ વર્ષો પુરાણી પ્રણાલિકા જે ક્લાસિકલ ડ્રામેટિક ડાન્સ ને જાળવે ને શીખવે રિધમ-ડીસીપ્લીન-કલ્ચર-હેરીટેજ હિસ્ટરી ને શ્રી રાધા- કૃષ્ણના પ્રેમ ની ને નટરાજ નું તાંડવ નૃત્ય,યાચના ને શિસ્તબદ્ધ થતી પુજા.અનેક પ્રકાર ના હાવભાવથી પ્રભુ ની રીઝવણી નું મહત્વ સુંદર મનોહર સૂર ને લય ના સમાગમે વર્ણન થતું રહે આખો પ્રોગ્રામ દરમિયાન ..પિન ડ્રોપ સાયલંસ વચ્ચે દીપ પ્રાગટ્ય પછી શ્રી ગણેશ સ્તુતિ ને ભરચક ઑડિટોરિયમ તાળીઓનો ગડગડાટ.હેપ્પી પ્રાઉડ પેરેન્ટ્સ ને બધાઈ..ટી.વી. ચેનલ ને કેમેરામાં અકબંધ મેમરી.

 ગુજરાતી ભાષાનો પ્રેમ કદીય ન ઘટ્યો, વધુ મજબૂત બન્યો છે તેનો આનંદ છે.પ્રોત્સાહન ને મોકો જાણે મળી ગયો. ગુજરાતી ને હિન્દી માં લખતી રહી.ડ્રોઈંગ કરવાનો પણ એટલો જ શોખ..તે પણ પુરો કરુ છું.વાઈનબોટલ,ફ્લાવરવેઝિઝ , મોટી ડેકોરેટીવ પ્લેટ્સ વગેરે ફ્રી હેન્ડ પેઇન્ટ કરુંછું...પપ્પાનો થોડો વારસો મળ્યો છેને..!! "ગગને પુનમ નો ચાંદ" પુસ્તકરૂપે જન્મી મારી કવિતાઓ..જેને બિરદાવી"ગુજરાત દર્પણે", "કેસુડા. કોમ"-શ્રી. કિશોરભાઈ રાવલે ખુબ સહકાર આપ્યો,શિકાગો બ્રહ્મસમાજના ન્યૂઝલેટર માં પણ મારી પૂર્તિ પ્રગટતી રહે.."ટહુકા" માં શ્રીમતી જયશ્રીબેને પણ વધાવી લીધી છે ને ટહુકાનું બંધાણ ને જોડાણ મજબૂત બન્યું ...ત્યારે શ્રી. ચિરાગભાઈ ઝા એ એમની"ઝાઝી.કોમ" માં મને અગ્રસ્થાન દીધું છે..સૌનો ખુબ ખુબ આભાર માનું છું. આખરે નવરાત્રીના શુભ પર્વ પર"ગગને પૂનમનો ચાંદ" મારા બ્લોગનો જન્મ થયો છે…સાથ મળતો રહ્યો શિકાગો આર્ટ સર્કલમાં, શાહ કર્ણિકભાઈ, ડો.દિનેશભાઇ શાહ, સર્યુબેન પરિખ, શ્રીમતી દેવિકા ધ્રુવ, સપના વિજાપુરા, પન્નાબેન-નટુભાઈ -શ્રી. હરનીશભાઈ જાની, શ્રી.મધુરાય ,ડો.રઈશ મનિઆર  સર્વે મહાનુભાવિ કવિઓની હંમેશા આભારી રહીશ...તેમાં મળી ગયું પ્રોત્સાહન શ્રી. પ્રદિપભાઈ રાવલ તરફથી "જન ફરિયાદ" માં મોકો મળ્યો ને ખુશી ખુશી સ્વીકાર્યો...આ સર્વે મારા શિક્ષકો કંઇ ને કંઈ શીખવી રહ્યા...સર્વે ને મારા નમ્ર વંદન !!!હજુ તાજેતર નો પ્રસંગ બન્યો એક મનગમતા મુજ  શિક્ષકનો ને "વિદ્યાર્થી "નો..એ પણ ટાંકી જ લંઉ. થોડા કાવ્ય લખ્યાં. પણ બહુ સહજ ગણાતા હવે ઘેરઘેર થતા કેનસર ને હારટએટેક સંભળાય છે.સ્તન કેન્સરમાં બહેન અને જેઠાણીએ સ્તન ગુમાવ્યા.

હમણાં વાંચન છૂટી ગયુ છે અને પોસાય એવુ એ નથી રહ્યુ..ઘર ની લાઈબ્રેરી એકવાર કોથળો ભર્યો .ઓહ મારા જીવ થી એ જ્યાદા વ્હાલા હતા તે પુસ્તકો એજ સમયે સ્કૂલ ની લાઈબ્રેરી મા મોકલી આપ્યા.હવે નવા જનમ મા નવા વસાવીસ અને વાંચીશ.કઈ કઈ રીતે શું નુ શું છૂટી જાય છે  જીવનમાં ? 

કાગળ વંચાતો બંધ કર્યો કોઇનું દુ:ખ ન લઇ શકાય પણ શરીર પર ઉતરે એ બીજું. સલાહ મળે દુ:ખી નહીં થવાનું.ભલે જાત લાગે અધુરી આખર મુશ્કેલી ના પગલાંની છાપ થઈને ભાગે છે જીંદગી શ્વાસો રહી રહી કસ્તુરી યાદો આવે હિરની થઈ ને ! પ્રથમ વાર જ્યારે મુંછાળા શંકર ભગવાન નો ફોટો જોયો તો થયું કે દાઢી વાળા કૄષ્ણ ભગવાન પણ હશે કે શું....??

જાળને જળ એક સરખાં લાગતાં,માછલીને ઊડવાનું મન થયું.

અને જળ જાળમાં સપડાઈને , તરફડવાનું નિમિત બન્યું !!

પ્રકરણ 5. શિકાગો આવી 

વિમાનમાં બેઠી પહેલી વખત તે પણ એક યાદગાર સફર બની.શિકાગો વિનડી સીટી ને બહુજ બરફ પડે ઠંડી મારી નાંખે તેવી પડે. મમમી એ વજન ના વધે બેગમાં તેથી ભારેમાં ભારે ભરતકામ વાળા ચણીયાચોળી પહેરાવેલા.પછી મને ખબર પડી કે ઠરી જવાય તો વિમાનમાં  કામળો મળે.   આતો 1981 ની વાત છે હો. સાંભળો છો તમને કહું છું !! વાદળી ઇનલેનડ લેટર આવયો હોય તેવું દેખાય છે  જઇ ને લઇ આવું છું જે પહેર્યું છે તેમાં જ ઝટ ગઇ ને વરસતા બરફના કોરા ફોરાંમાં લપટી જે પડી હું તે પછી ઉભી થતાં બીજી વાર પડી !! તમે હસો છો પણ મારે તો આયોડેકસ લગાવવો પડેલો. દેશ થી આવેલો પત્ર વાંચતા રોતા રોતા પંપાળતા પાછી હસી તે પણ યાદ છે. પરણ્યા પછી પ્રણય થયો ને અમે નાયગરા ફોલસ જોયો કેનેડા બહુ સુંદર છે. બે વાર પેરીસ ગયા ત્રણ વાર લંડન ડીઝની વરલડ માં તો ખૂબ મજા આવી ભગવાને કેટલી કરી કૃપા આભારી છીએ. અને કોઇ દિવસ સાંભળેલી પણ નહીં તેવી હવે આવી દુનીયાભરમાં મોટી ઉપાધિ કોરોનાની આવી છે. ન જોયેલું ન જાણીતું બધું હવે શક્ય છે.ફાટી આંખે જડ ચેતન વિના ના લોકો બસ જીવે છે. 

મેલટીંગ પોટમાં માણસ વલખાં મારે છે. ત્યારે આટલું જરૂરી છે વેકસન લો મહામારી ની છેલ્લી નોટિસ ...!! જેણે સ્વજનો ગુમાવ્યા દર્દ ઉભરાયું કેવી રીતે વર્ણવું શબ્દોમાં ? પિત્રાઈ બહેન ગઇ બીજી રાતે જીજાજી પ્રભુ સજા કરે છે જીવતા બચ્યા તેને પણ.

માણસે માણસનો ફક્ત ઉપયોગ કર્યો છે,ના છૂટકે કુદરતે એક પ્રયોગ કર્યો છે,આવો પણ સમય આવશે નહોતી ખબર,માણસનેજ માણસનો ડર લાગશે નહોતી ખબર,મોંધા માં મોંધા કપડાં કબાટમાં લટકાવી દેવામાં આવ્યાં,અને બ્રાન્ડ વિનાનું માસ્ક બાજી જીતી ગયું .કોરોના વાઇરસના માધ્યમથી ઇશ્વરનો સુંદર સંદેશ,તમે પ્રુથ્વી પરના મહેમાન છો માલિક નહીં.કુદરતે આપેલી ભેટોને આપણે નુકશાન પહોચાડ્યું છે,આ કોરોના વાઇરસ એની છેલ્લી નોટિસ છે.મંગળ પર જીવન વિકાસવાની વાતો કરતો હતો માણસ,આજે પૄથ્વી પર અસ્તિત્વ ટકાવવા જજૂમી રહ્યો છે.અમુક નાસ્તિક લોકો મેણાં મારે છે કે

હોસ્પિટલ ખુલ્લા છે અને ભગવાનના દ્વાર બંધ છે ના ભાઈ, ભગવાનના દ્વાર બંધ નથી વિશ્વાસની કસોટી છે જો અદ્રશ્ય વાયરસમાં તમને મારવાની શક્તિ હોઇ શકે છે તો અદ્રશ્ય ભગવાનમાં તમને બચાવવાની પણ તાકાત છે બસ વિશ્વાસ રાખજો. આજે બધા મંદિરો બંધ છે કારણકે બધા ભગવાન અત્યારે હોસ્પિટલમાં સફેદ કોટ પહેરીને સેવામાં છે. કોણ કહે છે કે ભગવાન નથી દેખાતાખાલી એજ તો દેખાય છે જ્યારે કોઈ નથી દેખાતું.રહી જો ડાળીઓ તો પાંદડા પણ આવશેઆ દિવસો ખરાબ છે તો સારા પણ આવશે બસ સમયને સમયસર સાચવી લેજો બીજું કંઇ પણ સાચવવાની જરૂર નહીં પડે જે સમયે સમસ્યા એ જન્મ લીધો હોય છે, એજ સમયે સમાધાને પણ જન્મ લીધો જ હોય છે. શતરંજ હોય કે પછી જિંદગી, જીતવા માટે ધીરજ રાખવી જ પડે.

જીવનમાં કપરો સમય તો આવે જ છે તે તમારા પર આધારિત છે કે તમે તેને કેવી રીતે લો છો કોઈને અડવું નહીં એ આપણે શીખી ગયા પણ કોઈને નડવું નહીં એ આપણે ક્યારે શીખશું એટલી હદે આઝાદ થયો છે આજનો માનવી કે આજે એને ઘર પણ જેલ જેવું લાગે છે જીભને સેનેટાઇઝ કરિને ક્વોરંટાઈન કરી દો સબંધોમાં પ્રસરતો કોરાનો-વાઇરસ અટકી જશે.કોઈતો એવું સેનેટાઇઝર બનાવો કે જે હાથની સાથે સાથે લોકોના દિલ પણ સાફ કરે સમય સમયની વાત છે સાહેબ પહેલા કહેતા કે  નેગેટિવ લોકોથી દૂર રહેવું હવે કહે છે કે પોઝિટિવ લોકોથી દૂર રહેવું કોરાના એ લોકોને સમજાવ્યું કે,

આપણો દેશ અને આપણા ઘર જેવી  સુરક્ષિત જગ્યા બીજે ક્યાંય નથી જયારે પરિસ્થીતિ બદલવી અશક્ય હોય,ત્યારે મનની સ્થિતિ બદલી નાખો નિમિત્ત કોણ હતું એનાથી ફેર નથી પડતો નિર્ણય હમેશા કુદરતનો હોય છે જે દરેકને સ્વીકારવો જ પડે છે સમય પણ ઘણો મજાનો છે સાહેબ,પહેલા મળતો નહોતો અને હવે જતો નથી ક્યારેક પરિસ્થીતિ ને સમય પર છોડી દેવી જોઈએ, શું ખબર તે પરિસ્થીતિ તમારા પ્રયત્નો નહીં સમય માંગતી હોય એક સેકન્ડનો પણ સમય ન્હોતો સાહેબ આ દુનિયાના માણસો પાસે કુદરતે બધાને એક સાથે જ નવરા કરી દીધા થપ્પો દાવની રમત ચાલી રહી છે, દાવ કરોના નો છે આપણે છુપાઇને રહીશું તો જીતી ગયા અને બહાર નીકળ્યા તો કોરોના આપણને આઉટ કરી દેશે દુનિયામાંથી વેન્ટિલેટર કરતાં માસ્ક પહેરવું સારું,ICUમાં રહેવા કરતાં ધરમાં રહેવું સારું અને જિંદગીથી હાથ ધોવા કરતાં સાબુથી હાથ ધોવા સારા જિંદગીમાં પહેલી વખત જોયું કે માણસે જીવવા માટે પૈસા કમાવવાનું છોડી દીધું સમય સમયની વાત છે સાહેબ, ક્યારેક ઘરે પડ્યા રહેવાવાળાને નકામા કહેવામા આવતા અને આજે ધરે પડ્યા રહેવાવાળાને સમજદાર કહેવામાં આવે છે. તેથી ફરી લખ્યું મેં કે સાચવજો મિત્રો. સમજજો ને સમજાવજો.

સમયની છે છટકી કમાન પ્રભુ એ મીંચી દીધી છે આંખ?કોરોના એ લીધી લગામ પ્રભુ એ પણ કર્યા બંધ કાન ?ખુદ જ બારુદ ને ખુદનો જ ખુદા તું માનવી માનવ ન થાય? જાત વેચ જાન નહીં,ન દેવતા ન માનુષ તું રાક્ષસ તો ન થા? હિમંતે મરદા તો મદદે ખુદા અરે કૃતઘ્ન તો કેમ કરી થાય ?બટકી છે લાગણી જો ઉપર લટકી છે તલવાર  કબરે તું? પીને ઘૂંટડા શરાબી લહુના, ઝેરીલા નિ:શ્વાસ ન છોડ તું ?ચિત્રગુપ્ત ના ચોપડે ન થાશે અન્યાય પાપનો ઘડો ન ભર? સમય સમય ની વાત ને સમય ના ઉઝરડા સાવધાન ન તું? શિક્ષિત અભણ તું બ્રહ્માંડ તુજમાં શોધ તુજ ને છે એક તું?

આમાં દિકરીનો ખોળો ભરવા નયુજરસી જવાનું થયું. સાથે રહી પ્રસંગ પછી પાછા આવી જશું તેમ નક્કી કરેલું પણ દીકરીને સિઝેરિયન ,પહેલું બાળક દિકરો ઉપરથી શિયાળો. બરફ ના લીધે નવા ઘર ને બંધાતા વાર લાગી અમારું રોકાણ વધ્યું આ દરમ્યાન અમે અસંખ્ય ગીધ જાયા રસ્તા વચ્ચે ભર ટરાફિકમાં હરણાં થી થતા કાર એકસીડંટ જોયા ગીધ કરતા ઉજાણી જોયાં .જનાવરો માટે રાખેલા ઓરિયા સિવાય જંગલોમાં બંધાવેલા જૂના ઘર પણ જોયા. દેશમાં ક્યારેય આટલા બધા હરણાં ગીધ કે બતક જોયા ન હતા તેમને રસ્તે જોયા. બગીચે ને ઘર પછવાડે જોયા. હા કેટલું બધું અનાજ પાણી જોઇશે દરેક માટે તે પ્રશ્ન વિચારવા જેવો છે. તે જ રીતે કૂદકે ને ભૂસકે વસતિ વધારો જે થઇ રહ્યો છે તે કેવી રીતે બધું  પામશે? હા એંજીનીયર ની જેમ વૈજ્ઞાનિકો પણ “ઉપર” પ્રયાણ કરે જ છે. નાસા જઇ આવ્યા ને રોકેટ , શટલ અંતરિક્ષ યાત્રીના અદભૂત સુટ પણ જોયા.જાણે સપનું જોઇ રહી છું. બહુ મજા પડી. 

નાના હતા અને ઉનાળાનું વૅકેશન પડે એટલે સવાર સવારમાં ગિલ્લીદંડા , ભરબપોરે પત્તા , સાંજે ક્રિકેટ ,સતોડીયું અને ઘંટડી વાગે એટલે બરફનો ગોળો , રાત પડે એટલે ફરી રમતો ચાલુ ને ચાલુ. પંદર વીસ જણાના ટોળેટોળા ખડકીઓમાં ચારેબાજુ અવાજ અવાજ , વચ્ચે 20 - 25 દિવસ મામા, માસી, કાકા, ફઈને ત્યાં રહેવા જવાનું અને ત્યાં પણ એવી ટોળકીઓ,બપોરે એકબાજુ ઘરે ઘઉં સાફ થતા હોય અને સાંજ પડે ખડકીમાં મરચું ખંડાતું હોય.

ત્યારે તો A C શું એ પણ ખબર નહોતી  અને રાત્રે થાક્યાપાક્યા ઉપર અગાસી માં ઠંડી પવનની લહેરો વચ્ચે બ્રહ્માંડના તારાઓ ને જોઈને એકદમ આશ્ચર્ય પામતા પામતા સુઈ જવાનું કે આ સામે આકાશમાં દેખાય છે એ ખરેખર છે શું. આ તારાઓ આપણી ઉપર પડતા કેમ નથી.આ ચંદ્ર આટલું બધું અજવાળું કેવી રીતે આપતો હશે. આ બધાના વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે પણ એ વખત કલ્પનાઓ કરવાની બહુ મજા આવતી .નાનપણની ખરી મજા ઉનાળા એ જ આપી છે.એ પછી કેરીઓ ખાવાની હોય કે રમવાની હોય, અત્યારે નૌકરી, ધંધા પર બેઠા પછી ગરમી કાળઝાળ લાગે છે પણ એ વખતે તો આ ઉનાળો જ સૌથી પ્રિય લાગતો કારણકે ઝીંદગીની સૌથી અમૂલ્ય ક્ષણો જ એમાં કોતરાયેલી હતી મોટા થયા ત્યારે નોટો ગણ ગણ કરીએ છે અને નાના હતા ત્યારે હવે સ્કૂલ ખૂલવામાં કેટલા દિવસ બાકી બસ એની જ ગણતરીઓ થતી હતી. કાશ આ પૈસાની થોકડીઓ

એ નાનપણ પાછું લાવી આપતું હોત.કોરોના રોકી શકતું હોત. શરીર પર ગમે એટલા ઘા લાગતા તો રુજ આવી જતી હતી પણ એ ઉંમરે દિલ પર ઘા લાગતા જ ના હતા .લુચ્ચાઈ શેને કહેવાય એ ખબર જ ના હતી. માણસોનું બીજું સ્વરૂપ જોયેલું જ ના હતું. દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી.. હવેની પેઢી ના નસીબમાં આ નથી રસી મૂકાવો, સેનેટાઇઝર વાપરી સ્વરછતા જાળવો. ઘરમાં રહો માસક પહેરો

હવે ચારેકોર કોરોનાનો જ ડંકો, ૐ શાંતિ લખી ને થાકી જશો પણ લાશો તરે ચિમની બળે મૃતદેહો ખડકાય.અરે હજુ હું જીવું છું પણ કોઇ ન સાંભળે. છેલ્લી વાત મિતલ પટેલની કે પતિને બચાવવા મંગળસૂત્ર વેચ્યું. આ કારમો કોરોનાકાળ છે. આ કળયુગ છે. લોકો વેચે ઇમાન મારી નાંખે માણસ જ્યારે થયો છે હેવાન. તેથી કુદરત પણ હવે વિફરી છે. પ્રકૃતિ વરસાવે પ્રકોપ, ભગવાન ગયો છે રિસાઇ.દફતર લઈને દોડવું..તૂટેલી ચપ્પલ નું જોડવું...નાશ્તા ના ડબ્બાઓ...શર્ટ પર સહીના ધબ્બાઓ..ખોબે ખોબે પીવાતું પાણી...રીસેસ ની વિશેષ ઉજાણી...બેફામ રમાતા પકડ દાવ...ઘૂંટણ એ પડતા આછા ઘાવ...બાયોં થી લુંછાતા ચેહરા...શેરીઓમાં અસંખ્ય ફેરાં...ઉતરાણ ની રાત જાગી...પકડાયલા પતંગ ની ભાગી...ભાડાં ની સાયકલ નાં ફેરાં...મહોલ્લાના ઓટલા પર ડેરા...મંજી ની રેલમ છેલ...ગીલ્લી ડંડા નો એ ખેલ...ચાર ઠીકડી ને આટા પાટા...લાઈટના થાંભલે ગામગપાટા...

વરસાદે ભરપૂર પલળવું...ખુલ્લા પગે રખડવું...બોર આમલી નાં ચટાકા...પીઠ પર માસ્તર ના ફટાકા...બિન્દાસ્ત ઉજવાતું વેકેશન...નાં ટ્યુશન નાં ટેન્શન...

બધું ભૂલાઈ ગયું આ મોર્ડન લાઈફ ની લાય માં...કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે ? જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..! માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા; ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!! મારી વર્ષગાંઠ ને મધર ડે લગભગ આસપાસ આવે ત્યારે લખીએ તેટલું ઓછું છે. પણ મને યાદ આવે જનની જન્મભૂમિ ને ભગિની :

યાદ છે ને, જે દિવસે બાળક આ ધરતી પર અવતરણ કરે છે ત્યારે દરેક સ્ત્રી માતાનું પદ પામે છે.સારું છે,’મધર્સ ડૅ’ વર્ષમાં એક વાર આવે છે. દરેક બાળકો અમેરિકામાં ‘મા’ને કદાચ ફુલોનો ગુલદસ્તો આપશે યા કોઈ ઠેકાણે જમવા લઈ જશે. આમ માતાને તે દિવસે થોડું માન આપશે !

મિત્રો, માતાને માન નહી પ્રેમ અને લાગણીની જરૂર છે. વખતની સાથે માતાની ઉમર વધે છે, તેને ‘બસ કેમ છે’? પૂછશો ને, તેનું પેટ ભરાઈ જશે.

સપોનસર કરેલ તેથી અવારનવાર સાથે રહ્યા 2012 સુધી. મમમી સાથેના સુંદર વર્ષોની ભીની ભીની મહેક આજે પણ જીવનમાં વરતાય છે. જે બાકીની જિંદગી જીવવા માટે પૂરતા છે. ઈશ્વરનું અર્પિત આ જીવન લાંબુ છે તો તેની પાછળ સર્જનહારનું કોઈ પ્રયોજન જરૂર હશે.બા, તમારી સંગે ભલે થોડા વર્ષો ગાળવાનો લહાવો મળ્યો હતો. નાની ઉંમરમાં પણ તે સાથે વિતાવેલી મધુરી પળોની સુગંધ આજે પણ અનુભવું છું.મમ્મી અને બા શબ્દોના ઉચ્ચારણ સાથે તમારી મધુરી છબી, નજર સમક્ષ તાદૃશ્ય થાય છે. ‘મા’ માટે જેટલું કહીએ કે લખીએ તેટલું ઓછું છે.મમ્મી,ઠાકોરજીની અત્યંત કૃપા હતી  સુંદર સામગ્રી અને સાચા ગુલાબના ફુલોની માળા કરી નામ લેતાં નજર સામે તરવરે છે.ને અંબે મા ની અસિમ કૃપાથી નિર્જળા અપવાસ કરી ગરબા સાથે રમ્યા.આજના દિવસે તમારું સ્મરણ અને તમારા પ્રત્યેનો પ્રેમ આલેખી અંતરની ભાવના પ્રસ્તુત કરી. હવે તો માત્ર યાદો જ વાગોળવાની રહી. તમારા નામને, તમારા સંસ્કારને અને શિક્ષણને દીપાવવાનો પ્રયત્ન અંતિમ શ્વાસ સુધી.બા અને મમ્મીના ચરણોમાં દંડવત પ્રણામ. મેંદી મૂકવાનું ને રંગોળી કરવાનું તમે જ તો શીખવ્યું ખો ખો રમી જાગરણ કર્યું ને રમ્યા અંતાક્ષરી આખીરાત. ત્રણે બાળકોએ કદી ભારત નહોતું જોયું અહીંજ જન્મેલા છે હા અમેરિકન હોવા છતાં શ્લોક આરતી ને તહેવાર માણે છે. પપપા મમમી ની આમન્યા સાચવે છે. ભણતર પછી 2014 થી 2017 સુધીમાં પરણાવ્યા ત્રણેય બાળકોને ભગવાનની અસિમ કૃપાથી જ જીયાણું પણ રંગે ચંગે થયું ગયા વરસે બીજીના સારા દિવસો આવ્યા પ્રભુ ની મહેર થઇ મઘમઘતા ફૂલ તમે મનગમતી સોડમ “આર્યા “તું જ મારી લાખેણી વસંત, ગુલાબી સપનાનુ છો ગમતીલુ લાડ  ને તું તો “અવી “ ફાગણનું વહાલ !! એક પૌત્રી ને એક પૌત્ર નો લહાવો મળ્યો  જાણે બાળકો પાછા મળ્યા.  જેને હોય તેને જરૂર ખબર છે.

પ્રકરણ 6 - રિટાયર્ડ નિવૃત્તિ ના દિવસો

આમ આર્થિક સામાજિક ને ધાર્મિક પ્રવૃત્તિ પતાવતાં હવે જીવન સંધ્યા સમયે નિવૃત બન્યા 2018 માં મેનેજેબલ થાય તેવા નાના ઘરમાં મુવ થયાં. પ્રસંગો પત્યાનો પ્રભુ પાડ માનું તેટલો ઓછો છે. ઘણાં  આવરણો નીચે સુષુપ્ત ચેતનાએ પડખું  ફેરવ્યું! એમણે હવે રિટાયર્ડ થવાનું નક્કી કર્યું મારી ખુશીનો પાર ન રહ્યો. હાશ હવે તો વેકેશન લેવાશે જ. સાત દેશ ફરવા કરુઝ લીધી આરામથી અમે નણંદ નણદોઈ ને જેઠજઠાણી સાથે વટથી ફર્યા. પછી મિત્રો સાથે અમે તો મજા કરી અમે ચીન ની દિવાલ ચઢી આવ્યા અલાસકા ગલેશિયર પણ જોઇ આવ્યા.તે, જે મારા ડગમગતા પગ અને થરથરતા હાથને સમજે છે,મારા માંડ સાંભળતા કાનને, એની ક્ષીણતાને ઓળખે છે.ને મારી આંખની ઝાંખપ અને ધીરા પડતાં જતાં મનને જાણે છે.ભાગ્યશાળી છે તે, જે મારા હાથમાંથી ઢોળાતી ચહાને 'જોઈ ન જોઈ' કરી લે છે, પ્રસન્ન ચહેરે મારી સાથે બે ઘડી વાત કરવા બેસે છે.ને મારી કાલની યાદોને જીવંત કરવાની કલા દાખવે છે.ધન્ય ધન્ય છે. અમે તો ઝાડને વિંટળાયેલા વેલા વહાલ કરો ને આવો પહેલા વહેલા તે, જે કદી કહેતા નથી “આ વાત તમે આજે બે વાર કહી!”

અનુભૂતિ કરાવે છે કે તે મને ચાહે છે અને માનથી જુએ છે.ને મારી આ સફરના છેલ્લાં દિવસોને સન્માનથી સભર બનાવે છે.

નસીબદાર છો તમે. ધન્ય છું હું.આશીર્વાદ દઉં છું.કહી અમારા પડોશી રાજી થયાં જ્યારે પૂરી વિગતો સાંભળી.પણ બરફ પડે ને સખત પડે ઠંડી તો કડક બરફની પાટો ઉપર ફેરવો ગાડી ને થાય એકસીડંટ અથવા ચાલો ને પડો !!કાચનાં મોતી ટાંક્યા ડાળે ડાળે, મોતીડાં આભેથી વેરાણાં આંગણે...!! ને ફરોઝન આખે આખુ શહેર ને બધી જ ડાળીઓ.આમાં છોકરાંઓને બરફમાં રમવું ગમે. મને યાદ છે બરફના ઢગલાં પરથી લપસવાનું. બંડલ અપ થઈ કોટ- સકારફ-ને ટોપીને બૂટ ચડાવીને બહાર નીકળવાનું હોય.ધજા જ બરફ ને મંદિર બર્ફીલું શિવાલયા, રોપાયો છે બરફ આંગણે પાથરી મોહમાયા છે. દિવસ ઉગ્યો છે રાતે, અજવાળું બર્ફ છવાયા, હાડે હાડમાં ખુશી-દર્દ, એવા છીએ ઘવાયા

ઉઝરડાં ચીરે પવન ને કૈં ઘાવે અમે સંધાયા, 

થાય અભિષેક બર્ફનો, વિન્ડી-સીટીએ પૂરાયા

કોણે મનાવ્યો કોનો જાજરમાન શોક કે, 

ધરણી રૂ નો ગાલીચો ને વૄક્ષે ઉગ્યો બરફ !

વાળો લાડુ બરફના ને સંગ રમી લે કે, પરણ્યો સખીરી મહાલંતો ને સેલ્ફી એક બરફ !

સનો એંજલ બનાવ તું પગલી પાડ કે, નજારા કર્મભૂમિ જન્નતે, તોરણ થયો બરફ !

ડુંગર બમણી ઢગલી માં ભૂલી લપસણી કે, સફેદી સ્નોફ્લેક્સ થી સજી ધરતી ઓઢીને બરફ !

પપપાને પારકિનસન થયો છે મન દોડી ગયું ને પહેલી વાર ઈંડીયા આવી 1985 માં મારી પ્રથમ દીકરીને લઇને ર વર્ષ ની પણ તે નહોતી એરપોરટ પર પગ નીચેથી જમીન ખસી ગઇ જ્યારે પપપા ને જોયાં. કોના કરું વખાણ ને કોના નહીં ? બધામાં હતી શક્તિ ભક્તિ કળા અને આવડત.પણ પારકિનસને ઘડપણ મોકલ્યું ને ઘડપણે મોકલી પરવશતા તો પંચાનન ની ઉંમરમાં અમે તેમને ગુમાવી દીધા. હૈયું રડયું આંખો રડી રડયું આકાશ ધોધમાર શબ્દો દડદડયા.ભાઇ બહેન નો સંસાર વિખરતો ન જોઇ શકી હારટએટેક આવ્યો.પ્રેરણા ની મૂર્તિ, સમર્પણ ની સીમા ઓ લાંઘતી માં અગ્નિપથ પર બાળક માટે સદાય ઝઝૂમતી જોવા મળે...ને એક બાળક સમજણું થઈ જતા કહે મારી માં મહાન છે ! લાગણી નું પૂર દોડી આવે.રૂંવાડા ઉભા થઈ જાય .ભલે ને તે માં વઢી હોય કે વારે છોકરા ને સમજાવી ને ત્યારે કદાચ કડવી લાગી હોય પણ ખરી..પણ અંગ્રેજી મા કહેવાયુ છે કે મોમ નોઝ ધ બેસ્ટ ! આખી રાત જાગે જો કંઈ થઈ જાય તેના બાળકને .પણ જ્યારે એક પુરૂષ "માં" થઈ ને જીવી જાય છે .આ અજુગતું સત્ય ગળે ઉતરે પણ નહીં કદાચ .નજરે જોયું કે આટલો ભોગ, આટલો પ્રેમ એક પિતા થઈ ને આપે છે તે પણ બોલ્યા વગર તે પિતા વંદનીય છે. સ્ત્રી ને અર્ધાંગિની કહી છે પણ પુરૂષ ને ઝઝૂમતો જોયો જ હશે ઘર સંસાર ચલાવા.ડબ ડબ આંસુ સારતો ઇમોશનલ સર્વસ્વ દઈ દીધા પછી પણ ક્યારેય કોઈને કંઈ કહે નહીં તે પ્રેમ ની પરાકાષ્ઠાની અનુભૂતી છે. કોઈના મરશો ના માં ને બાપ કે રૂંવે મારી આંખલડી..આજ ના યુગમાં સરખુ પાસુ ભોગ નું .સિંગલ સ્ત્રી કે સિંગલ પિતા ને ઉછેરતા જોઈ ને થાય કે અહીં ઘણું બધું એડજસ્ટ થઈ રહ્યું છે..! પણ જ્યારે જીવતા હોવા છતા માં કે બાપ નો પડછાયો પણ ના પડ્યો હોય તેવા બાળકો પ્રેમના ભૂખ્યા રહી જાય !! એવા બાળકને જઈને કોણ સમજાવે માં એટલે શુ? કે પિતા એટલે શું ? અને તો પણ કાદવમાં કમળ ખિલે તેમ તે જીવી જાય..ઉપરવાળો ખેલ ખેલી જાય ..બિહાઇન્ડ ધ ડોર વિન્ડો ઓપન કરી જાય...પ્રેમની લહેરખી જાદુ કી પુડિયા ! નેપાળ માં ઘરતીકંપ મા કેટલા થયા હશે અનાથ..દટાઈ ગયેલું એક જીવંત છોકરું બચી જાય તે જોઈ ને હ્રદય કંપી જાય.સહી જાય બધું ,જીવ સાંખી જાય, ઉપરવાળો એય મજાનો રમત રમતો જાય. ઘરમાં બચેલો એક મહાન રિશ્તો તે માં નો દરજ્જો ...હે જગત જનની તારી કૄપા અપાર છે તને સાદર વંદુ છું.બા નો ત્યાગ ને અથાગ મહેનત સમજુ કે મમમી ની સહન શક્તિ આવડત ને સમજુ કે પરિવારના દરેક સભ્ય ની જરૂરિયાત પૂરી પાડનાર મારા મહેશજી કામ કરી કરી મશીન બની ગયેલ ને બિરદાવું.અડકી તમારી યાદો પટકાઈ વિજળી છે યાદો...!!ભોળી આંખે વ્હાલ હોય તમને ય જો અમારા ઉપર, પપ્પા અમને પણ લઈને ચાલો ને તમારે નગર. મનને ગમતું નથી લાગે છે એકલું તમારા વગર ,જગતપિતાને વંદન કરૂ ને કહું શું તમારા વગર

સાંજ જિંદગીની લંબાવો જાણો વેદનાની અસર,ઘર થઈ ગયું છે સુનું શોધે તમને મારી નજર.નમ્રવંદન કર્યું જ્યારે જ્યારે આશિષ દઈ ગયા

ભુલો બધી અમારી તમે હસીને માફ કરી ગયા શ્રધ્ધાંજલી દીકરીની સ્વીકારો મુક હ્રદયે !!

મા તે મા બીજા બધા વગડાના વા અને મા વિના સૂનો સંસાર કેહવાતુ'તુ આ બધું પણ કેહવાતી અપર મા કેટલો પ્રેમ આપી ને દત્તક લીધેલ ૨૫ બાળકો ની સંભાળ લે છે કે ૧૦ વર્ષનો દીકરો ચોધાર આંસુએ રડતા રડતા મા ને વળગીને કહે છે મા આઈ લવ યુ સો મચ !! થેંક્યુ ફોર બીઈંગ માય મોમ !! દડદડ દડતા ગબડતા લીલાછમ્મ ઘાસ પરથી શું ધડાઘડ પડ્યા કે બધા હસતા હસતા રડ્યા..ને આજે આ મધર ઓફ ધ ઇયર શો જોતા જોતા ગરમ ગરમ આંસુ સર્યા જ કર્યા  આ બધા મા ત્રણ છોકરીઓ ના પિતા દેશ માટે શહીદ થઈ ગયેલા અને એકલા હાથે ઝઝુમતી મા ને જોઈને દિલ દ્રવી ગયું કે મા થવું કેટલું અઘરું છે !!

આમ અમેરિકન ભારતીય અને આફ્રિકન સંસ્કૃતિ નું સિંચન બહોળું મળ્યું એનો સંતોષ બા ના શુભાશિષ દ્વારા હજુ પણ અનુભવું છું હા ભગવાનનો હાથ શિર પર સદા રહે કેમકે હજુ સપના સાકાર કરવા છે. પળ પળ યાદ કુટુંબ ની સતાવે છે. 

ઉપરથી બોલીવુડ હંગામા ને હયુમન ટરાફિકિંગ નશા માફિયાનો ઉપાડો પણ ફેસબુકના માધ્યમે ભેગા થયા લેખકો કવિઓ કરાફટ રાફડાની જેમ બહાર આવ્યું. ઘરે બેસી જોબ કરે ને પુરુષો પણ ઘરકામમાં મદદ કરે. યોગ નું મહત્વ સમજાયું. 

મારે ઓઢવો હૂંફાળો હોય જો તું આવ આસ પાસ, અત્રતત્ર માતમ લાશો ફાટી આંખે જો તું ખાસ ખાસ

શમણાંઓ ઉંઘમાં  અટવાયા કરે છે ચોતરફ ખાસ, મન - હૃદય નો સંઘર્ષ બોલકો બન્યો છે આસપાસ

મારા સાથે, માણસ હોવાની ઘટના ઘટી એક ખાસ, ચાંદો નીચોવી અમે વાટકો ભર્યો, આવી જાને પાસ

ને એને મોગરાની કળીએ હલાવ્યા, હિંચો છો પાસ, આટલા ઉઝરડાને શમણું ઓઢાડી, લાગો છો ખાસ

અમે ઊંબરની કોર લગી લાવ્યાં, તુજ બાંસુરી ખાસ,આપી આપીને તમે પીંછું આપો રાખી મોરલો પાસ

સજન ! પાંખો આપો તો અમે આવીએ દે શ્વાસ ખાસ, દિલ માં વસી ગયા તે પહલી જ નજર માં લાગ્યા પાસ

કસૂર મારો હતો ના આંખ ઝૂકી પ્રેમ માં છો પ્યારા ખાસ,અમે તમોને ફૂલ મોકલ્યા, તમે ઉમેરો સુગંધ આસપાસ

અમે મોકલી ભીની લાગણી, તમે ઉમેરો સબંધ રૂડો ખાસ, માફ કરો માનવીને પૃથ્વી લાગે પાય તુજ દ્વારે આસપાસ

હમણાં નિર્મોહી મેગેઝિન માં પણ લખવા મળ્યું ત્યારે થયું, જીવનના વળાંક એટલા અઘરા ન હોય આકરા ન હોય. સત્સંગ ને સાહિત્ય ક્ષેત્રે ડગ આગળ વધતા રહે.નયુજરસી થી દૂર વ્રજ માં જવા મળ્યું અમે બંને સાથે દર્શન કર્યા.ત્યાં અમેરિકન દીકરીઓ કૃષ્ણ ભક્તિ માં ડૂબેલી જોઇ હોળી સાથે માણો તો શું કરાય તેવું મોનિકા પૂછતાં અમે વાતે વળગ્યાં. એકશન સાથે ભાવવિભોર .સુખ આવે તે પહેલા ઉંમર તાણી ને લઇ જાય ને ઘડપણ આવી જાય.એક પણ આંસુ વગર રોવુ પડે એ પ્રેમ...જૂડી ને જહોનની વાત ને તે પણ પાછી સત્ય ઘટના.એક કપલ હંમેશા સાથે ફરતા જ્યાં જાય ત્યાં સાથે જ હોય. પતિ ની વારંવાર ની સૂચવણી હતી કે તું કાર માં ચાવી ભૂલી જાય છે પ્લીઝ ટેક કેર ! એક વાર ગાડી ચોરાઈ જશે...એક સાંજે પત્ની કંઈ લેવા શોપિંગ મોલ માં નીકળેલ શોપિંગ માં થોડી વાર થઈ ગઈ ને બહાર આવી ને પોતાની કાર ગોતવા લાગી. ઓલમોસ્ટ એમ્પટી પાર્કિંગ લૉટ માં કાર ના જોતા તેણે પોલિસ ને ફોન કરી ને જણાવ્યું કે હર કાર હેસ બીન સ્ટોલન ફ્રોમ ધીસ પ્લેસ...ખચકાતા મને હાર્ડેસ્ટ ફોનકૉલ હવે તેણે તેના પતિને કર્યો કે ગાડી ચોરાઈ ગઈ છે

એક મિનીટ નું સાયલંસ ને પછી સામે થી સંભળાયું કે આઈ ડીડ ડ્રોપ યુ ટુ મૉલ... પત્ની ચૂપચાપ સાંભળી રહી...!! સામે થી ફરી એક સન્નાટા ભર્યું મૌન ને પતિ એ કહ્યું આઈ હેવ ટુ ક્લીયર ધ મેટર ધેટ આઈ હેવ નોટ સ્ટોલ અવર કાર..!ઘડપણ તકલીફ વગરનું જતું નથી ને તે તો પપપાને કેટલા બધા હારટએટેકો પણ ને આલસાઇમાર થયો તે મારાથી ન જોવાયું તો જીવાય કેવી રીતે હશે? સમજવું પણ અઘરું છે.સંધી વા ઓછો હતો શું ?

હજુ હમણાં તો વ્રત ની વાત કરી તેમાં અમારે ત્યાં ઉજવાતુ હતું તે યાદ આવ્યું કે મામી ખાસ કરતા હતા મને આવે તમારી યાદ

જય શંકર પાવૅતીની કેવડાત્રીજની વાર્તા. અધીર જિજ્ઞાસુ નાની સિમરન સાંભળવા આવેલી ખાસ.એક વખતે ભગવાન શીવ અને પાર્વતી વાતો કરી રહ્યાં હતાં.ત્યારે વાત વાતમાં પાર્વતીએ પુછ્યું કે હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યાં પછી જ્યારે મેં ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું તેની તમને જાણ છે? ત્યારે ભોલાનાથે કહ્યું- હે દેવી! તો સાંભળો:બીજો અવતાર ધારણ કર્યો પછી તમે નાનપણથી જ મારું રટણ કરતાં હતાં. એક વખત નારદમુનિએ તમારા પિતા હિમાલયની આગળ મારી ખુબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન ખુબ જ ખુશ થયાં હતાં. પરંતુ નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવા કહ્યું હતું ત્યારે તમે નારદ પર ખુબ જ ગુસ્સે થયાં હતાં. તમારા પિતા જ્યારે તમારો  વિવાહ વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરી રહ્યાં હતાં ત્યારે તમે મનોમન ખુબ જ મુંઝાયા અને તે મુંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યાં ગયાં હતાં. વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યાં હતાં. તમારૂ રોમે રોમ મારૂ રટણ કરતું હોવાથી તમે બેધ્યાનપણે મારૂ શીવલીંગ બનાવી દીધું હતું અને ત્યાર બાદ તમે વનમાંથી કેવડો અને બીજા વનફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને મને ખુબ જ ભાવ પૂર્વક ચડાવ્યાં હતાં. તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી. વળી તે દિવસે તમે આખો દિવસ કાંઇ પણ ખાધા પીધા વિના નકોરડો ઉપવાસ કર્યો હતો. પાણી પણ પીધું નહોતું. આમ તો મને કેવડો નથી ચડતો પરંતુ તમે ખુબ જ ભાવમાં આવીને મને તે દિવસે કેવડો ચડાવ્યો હતો. તેથી હું તમારા પર પ્રસન્ન થયો હતો અને તમને વરદાન માંગવા કહ્યું હતું. ત્યારે તમે કહ્યું હતું કે-હે ભોળાનાથ! જો મે ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારૂ જ રટણ કરતી હોય તો તમે જ મારા પતિ બનો. અને મે તમને તથાસ્તું કહી દિધું હતું.તમે આખી રાત જાગવાને કારણે અને ભુખને કારણે ખુબ જ થાક્યા હોવાથી સુઈ ગયાં હતાં. જ્યારે તમારા પિતા તમને શોધતાં શોધાતાં તમારી પાસે આવ્યાં ત્યારે તમને જંગલમાં સુતા જોઈને તેઓ ખુશ થયાં હતાં. અને તમને પોતાની સાથે આવવા માટે કહ્યું ત્યારે તમે વિના સંકોચે તેઓને કહી દિધું હતું કે તમે શુદ્ધ મનથી મને વરી ચુક્યાં છો.હે દેવી તમે અજાણતાથી કેવડા વડે મારી પુજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો તે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયાં હતાં અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યાં હતાં. *હે દેવી આમ તો મારી પુજા બિલિપત્રથી જ થાય છે પરંતુ જે દિવસથી તમે કેવડો ચડાવ્યો* *ત્યારથી કેવડો પણ મને પ્રિય છે અને ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઇ ભુખ્યાં પેટે અને*પ્રસન્ન ચિત્તથી કેવડા વડે મારી* *પુજા કરશે તેના બધા જ મનોરથ પુર્ણ થશે* એટલે ફક્ત ભાદરવા સુદ ત્રીજ ના એક દિવસ શિવ ને કેવડો અર્પણ થાયછે.. *ૐ ઉમામહેશ્વારાભ્યાં નમઃ* સાંભળી ભોળી  સિમરન ખુશ થઇ.

પ્રકરણ 7. આપણે -અંતાક્ષરી, મંદિર પૂજન નમન

જ્યારે સાકરિયા સોમવાર મારા ફળ્યા મહેશજી મળ્યા બધુ મળ્યું.સનમતિ સદ્દગતિ ને ઉદ્ધવગતી પામે દેશ ભાષા ને સંસ્કૃતિ કરવા મારે તેથી પ્રભુ કિરતન અંતાક્ષરી ની મજા પેંઇનટીંગ રંગોળી પ્રવાસ સજોડે.અંતરાક્ષરી ના દેશની વાતુ, આવે યાદ સપનામાં મને ડુંગરીયાળા દેશની વાતુ, યાદ મધુરી સપનામાં મુજને આવે વિચાર કે બનાવીશું, નિવૄત્તી નિવાસ દેશમાં સાથે કરીશું જિંદગીના શ્વાસ લાગે, સ્થિર થયેલ ફૂંકો છે ફુગ્ગામાં હા પણ પ્રવૃત્તિ ના પંથે પ્રગતિ કરીશ.

દૂરથી ડુંગરા રળિયામણાં, લાગે વેરાન હરિયાળીમાં પણ કેવી સંવેદન પેહચાન કરાવે, ખિલેલા ફૂલો મૌસમમાં હસાવે 

સવારે જગાડે ને રાત્રે સૂવાડે, ને બંધ કરું નયન ને આવે તું અંદર સપના જોવડાવી ખૂબ તુ રમાડે, જાગવાનું મારે જીવી ને સદંતર

રાત્રે સૂતા પછી જાણે શું પરિવર્તન થાય છે તમે સારા અને સાચા છો એટલે લોકો તમારો તિરસ્કાર નહીં કરે એવું માની લેવાની ભૂલ કદી ન કરવી..કારણકે...વર્તમાન સમયમાં સિદ્ધાંત મુજબ નહીં પરંતુ જરૂરિયાત અનુસાર વ્યવહાર ચાલી રહ્યો  જ્યારે સવાર નો સૂરજ ઉગે હું હુ રેહતી જ નથી. દરરોજ હુ થોડી થોડી પરિવર્તિત થયા કરું છું. એ સૂરજ નથી એ તો મારા દાદા છે, જાણે સવારે દાદા પૂજા કરીને કઈક નવી જ ઊર્જા સાથે, મારા માથા ઉપર હાથ રાખી નવી જ શિખામણ દેવા એ દ્વાર પર ઊભા હોય છે જે દ્વાર મા નાની મોટી તિરાડો માથી દરવાજો ખોલ્યા પેહલા જ એમનો મીઠો ઠપકો મારા સુધી પહોંચી જાય છે. 'કેટલી વાર કેવું કે જલ્દી ઉઠવું જોઈએ' આવા શબ્દો જાણે એમના કિરણોમાંથી સરી રહ્યા હોય છે.

         એમની પાસેથી પરોપકાર ની બેચાર શીખ લઈ ને હુ એ તુલસી માતા ના છોડ સુધી પહોંચું છું એ જ શિખામણ જાણે તેઓ પણ આપી રહ્યાં હોઈ એમ એ મારા પાણી નો સ્વીકાર કરે છે .પણ હું આટલી ક્ષણે ક્ષણે કેમ બદલાઈ રહી છુ એ વિચાર મા આગળ વધુ ત્યાં જ એમના મૂર્જયેલા પાંદડાઓ જાણે મને ક્રિષ્ન નાં ગોકુળ થી મથુરા જવાના એ વિરહ ના ક્ષણો મા લઈ જાય છે. આંખ ના ખૂણેથી નાનું અશ્રુ બિંદુ જંપલાવવા જાય જ છે ત્યાં તો ગોપીઓ અને યશોદા ની સ્થિતી મને વ્યાકુળ કરી દે છે. આંખ નાં ખૂણે નુ એ આસુ અંતે વિરહાગ્ની મા બળી જ જાય છે.પરિવર્તન ભીતરી, જે મુક વ્યક્તિ ની જેમ જોયા જ કરવું રહ્યું! બપોરે પાસે ને મધરાતે સાથે, શું શું જગાડે અંતર માં રે નિરંતર કઈ રીતે બતાવું તું ધડકન નું ગીત, ને જીવનનું સંગીત રે અંદર તુજ રોશની ને નામ રશ્મિ મુજનું, માનું ઇશ ને રહે છે તું અંદર  કરું પ્રાર્થના લઈ નામ તારું, માંગણી પણ મારી તારી જ સદંતર.પ્રીત  કહું મીત કહું તુજ છે મનમીત, ખોવાઈ જાંઉ તુજની અંદર.કેવું રે લાગ્યું બંધન નું બંધાણ, દૂર-દૂર પાસ-પાસ તુજ છે તો અંદર છે. વાત કહું દિન રાત સહું, ખોલું રાઝ પાડી પડદો આંખો ની અંદર છું રહું તુજ માં ભરેલી, રોમેરોમ માં છે તું આખે આખો નિરંતર માટે હે મારા વહાલા !ચેતના આવી ખટખટાવે રે બારણાં ઝરુખે હેતે વધાવી એને લો રે ઓવારણાં ઝરુખે સવાર -બપોર-સાંજ સજી રોજ ઝરુખે,કંકુ પગલાં પાડે સિંદૂરી સવાર ઝરૂખે !!ગઝલ બેઠી રિસાઈ શબ્દો સંતાઇ ઝરુખે માળામાં સૂતો ટહુકો નાગી પલગી ઝરૂખે. રિસાયેલ કિરણો બપોરે વરસાદ ઝરૂખે !!પડછાયા થી ડરે આયનો છે હસ્તો ઝરૂખે સંવાદ નૈનોમાં પલળ્યા ખ્વાબ રહી ઝરૂખે ઉગમણી કોરે પહોં ફાટી અજવાસ પૂરાયો રે ઝરૂખે.સાંજ વળગી સૂર્ય બૂડે રાત પલળે ઝરુખે ઝૂકી ડાળીએ ગઝલ મ્હેંકી નમણી ઝરૂખે આપનું સુસ્મિત સ્વાગત છે. પણ હું તો સ્વદેશી પરદેશે. મહેશજી તું જ મારું ધન અને મારી સંપત્તિ છે! એકબીજા ના જીવન માં હોવાથી ધનવાન થવા બદલ આપણ ને માન છે.

----રેખા શુક્લ તરફથી અસ્તુ વંદનને પ્રણામ


બુધવાર, 30 સપ્ટેમ્બર, 2020

BOLLYWOOD

 BULLDOZER વાહ ફરી વળ્યું તરસ્યા છુપાવવા પોતાની 

POWER નો નશો છે?  કે નશામાં ચૂર સત્તા પોતાની

KILLER POLICE ચોર બે હાથે લૂંટે, જીવે નશો નગ્ન નાચની

ACTION KILLER રવાડે નશાના ચડાવી મર્ડરે લો જાન સજાની

પોંખી કોરોના મારે લેવા છાજીયા અદાકારોના

કરીલો જપ્ત સઘળું સીલ કરો ગાડીઓ ક્રેડીટની

શું લાગે છે થાશે ટાઢક બોલીવુડ મોકાણ પંચાતની

--- રેખા શુક્લ


SHUNYTA

ક્રુરતા વધી ઘણી ત્યાં બાળક ક્યાં જન્મે છે 

તડપાવે તરસાવે મારવા માટે જીવાડે, માર મારી મારે છે

બાળક બને મા-બાપ ત્યાં ભૂલકું જ ક્યાં જીવે છે

કોણે માગ્યું ભિખમાં જીવન બદલામાં બસ મોત જ મળે છે

દર્દ વધ્યું  કે વધાર્યું ડ્રગ્સમાં માણસાઈ રોજ ડૂબે છે

શૂન્ય બની શૂન્યતા શૂન્ય જ અહીં તરે છે

--- રેખા શુક્લ

NARENDRA JI

જન્મે તો છે ગર્વ નહીં, અભિમાન રોજ પોષતા

સ્પર્ધા નહીં ખામોશ ગૂંગળાઇ હરિફાઈમાં શોષતા

નોખી આ જનરેશન છે, એકમેક્ને કાં હશે નોચતા

નોખો આ સમાજ છે, નશીડાને કાં હશે પોખતા 

લો નર નારીને ' નરેન્દ્ર ' બસ તમે જ હા રોકતા

માસ્ક શ્વાસે ગુંગણાયો અંતિમ એક આશ આપતા

--- રેખા શુક્લ 

નહીં હોંઉ



જ્યારે આવતીકાલની શરૂઆત મારા વગરની થશે અને જ્યારે હું તે જોવા ત્યાં નહીં હોંઉ

સૂર્ય ઉગીને તારી આંખો શોધશે આંસુથી ભરપૂર પૂરી આંખો મારા માટે હશે

મને ખબર છે તું મને કેટલો પ્રેમ કરે છે જેટલો હું પણ તને કરું જ છું

અને દરેક વખતે તું મને યાદ કરીશ, પણ મને ખબર છે તું ખૂબ યાદ કરીશ મને

પણ જ્યારે આવતીકાલની શરૂઆત મારા વગરની થશે, મહેરબાની કરી મને સમજવાની કોશીષ કરજે

કે એક એંજલ આવી મને મારા નામે બોલાવી ગઈ, ખુદ પોતાના હાથે મને પંપાળીને દોરી ગઈ

મેં આપણી પ્રેમાળ જીંદગી વિષે વિચાર્યુ પણ ખરું, ખબર છે મને તું મારા વગર દુઃખી હશે

મને તે પણ વિચાર આવ્યો આપણે કરેલો પ્રેમ,  અને હા, કેટલી કરેલી મજા તે પણ ખરું ને !

તેથી જ્યારે આવતીકાલની શરૂઆત મારા વગરની થશે, આપણે  જુદા થયા ને દૂર થયા તે વિચારીશ જ નહીં

કેમકે જેટલીવાર તું મારો વિચાર કરીશ, હું તારી પાસે તને તારા જ હ્ર્દયમાં મળીશ. 

---- રેખા શુક્લ 

શનિવાર, 15 ઑગસ્ટ, 2020

અરરરર એમ હાથ ન આલીએ

 

અમે પ્રેમ નગરના છીએ

તુજ પ્રેમ વગરના છીએ

અમે ભક્ત થૈ પોકારીએ

પ્રીત તણું પાનેતર ઓઢીએ

અરરરર એમ હાથ ન આલીએ...અમે પ્રેમ નગરના છીએ

હું તો મીઠાં જળ ની માછલી

હાથ નહીં લાગું ઝટ તારી 

હેતની હેલી રોમે રોમમાં ભરીએ

પાણીકાં ફોરા ઉલાળતાં મળીએ....અમે પ્રેમ નગરના છીએ

રાત્યું ની વાતો થોડી સપનેય કરીએ

છેડાછેડી ટીખણ ટીપણી કદીક કરીએ

ભડવીર હો તો સામો પડકાર ફેંકીએ

સામો સાવજ હોય તો તેને શું કહીએ....અમે પ્રેમ નગરના છીએ

---- રેખા શુક્લ

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2020

શ્વાસ લૈ જીવંત કરી ગયો કાન

 

ઉડી ફર ફર ફૂલોની રંગીલી રંગોળી

મૂળિયાં થઈને ઉગી ફરી ગઈ રંગોળી

ઓ હેલો પતંગિયા ઉભું તો રે' જરાં

એના કેશ ની મહેંક સૂંધી લેને જરાં

અટકચાળો વાંકડિયા વાળે લટોમાં 

ઉપરથી છેડતો છબીલો એક મૂંછાળો

લીંબુની ફાડ જેવી આંખુયે તાંકતો

મન લલચાવી મૂવો તન ને માંગતો

એક વાર સાવજ થૈ ફરતો નજરે ચડ્યો

દેવી કેમે ગાળુ ઇ અધરો ચૂમી ગયો

ખોંસી ગુલાબનું ફૂલ ચિતડું ચોરી ગયો

ચોળી મારી તંગતંગ અસવસ્થ ચોટી ગયો

આમને સામને દિલે રૂબરૂ જ થઈ ગયો

મુજને ચોરી મુજમાંથી લગોલગ થૈ ગયો

---- રેખા શુક્લ